Patan District Panchayat: ઉપપ્રમુખની ખુરશી પર પતિદેવનો વટ! પાટણ જિલ્લા પંચાયતમાં પત્નીની ખુરશી પર પતિદેવ બિરાજમાન
પાટણ જિલ્લા પંચાયતમાં સ્થાનિક સ્વરાજ્યની વ્યવસ્થા સામે સવાલ ઉઠાવતો વીડિયો સામે આવ્યો છે. ઉપપ્રમુખ પત્નીની ખુરશી પર પતિ બેસીને વહિવટ કરતો હોવાનો આરોપ લાગ્યો છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં ભારે નારાજગી ફેલાઈ છે અને જવાબદારો સામે પગલાં લેવાની માગ ઉઠી છે.
Advertisement
Patan District Panchayat Patiraj: ગુજરાતના સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલા અનામતનો મૂળ ઉદ્દેશ્ય મહિલાઓનું સશક્તિકરણ કરવાનો છે. પાટણ જિલ્લા પંચાયત કચેરીમાં આ ઉદ્દેશ્યની ખુલ્લેઆમ મજાક ઉડાવતો કિસ્સો સામે આવ્યો છે. ચૂંટાયેલા મહિલા પ્રતિનિધિના સ્થાને તેમના પતિ વહીવટ ચલાવતા હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. લોકશાહી ઢબે ચૂંટાયેલી સંસ્થામાં 'પતિરાજ' ચાલી રહ્યો હોવાનો મામલો સામે આવતાં સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જાગી છે.

