Patan News: પાટણ જિલ્લા પંચાયતમાં ભાજપની એન્ટ્રી, નવા નેતૃત્વની વરણી, જુઓ સંપૂર્ણ યાદી
- Patan જિલ્લા પંચાયતના નવા પ્રમુખ-ઉપપ્રમુખની જાહેરાત
- ભાવિક હર્ષદભાઈ પટેલ જિલ્લા પંચાયતના નવા પ્રમુખ બન્યા
- રૈયાબેન આયરની ઉપપ્રમુખ તરીકે કરવામાં આવી વરણી
- જિલ્લા પંચાયતની 32 માંથી 19 બેઠક પર ભાજપ
- કોંગ્રેસ પાસે જિલ્લા પંચાયતની 13 બેઠકો રહી
- ભાજપની સ્પષ્ટ બહુમતી સાથે સત્તા પર કબજો જમાવ્યો
Patan News: પાટણ જિલ્લા પંચાયતમાં સત્તાનું ચિત્ર સ્પષ્ટ થયું છે. તાજેતરમાં સંપન્ન થયેલી ચૂંટણી પ્રક્રિયામાં ભાજપે બહુમતી સાથે સત્તા કબજે કરી છે. જિલ્લા પંચાયતના શાસન માટે ભાજપે પોતાના નવા નેતૃત્વની જાહેરાત કરી દીધી છે, જેમાં યુવા નેતા ભાવિક હર્ષદભાઈ પટેલને પ્રમુખ તરીકે અને રૈયાબેન આયરને ઉપપ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.
Patan જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો
પાટણ જિલ્લા પંચાયતની કુલ 32 બેઠકો પૈકી ભાજપે 19 બેઠકો પર વિજય મેળવીને સ્પષ્ટ બહુમતી સાથે સત્તા પર કબજો જમાવ્યો છે. જ્યારે વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ પાસે 13 બેઠકો રહી છે. બહુમતી પ્રાપ્ત હોવાથી ભાજપ દ્વારા આ બંને હોદ્દેદારોની વરણી સરળતાથી કરવામાં આવી છે. પાટણ જિલ્લાના વિકાસના કાર્યોને વેગ આપવા માટે હવે આ નવી ટીમ આગામી સમયમાં કામગીરી સંભાળશે.
આ પણ વાંચો: Rajkot News: રાજકોટ જિલ્લા પંચાયતના નવા હોદ્દેદારોનું લિસ્ટ જાહેર, જાણો કોને કયું પદ મળ્યું?


