Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Patan જિલ્લા પંચાયતમાં સિક્યુરિટી એજન્સીના સંચાલકનું કૌભાંડ, આ રીતે કરી મોટી ઉચાપત!

પાટણ જિલ્લા પંચાયતમાં સુરક્ષા કોન્ટ્રાક્ટ હેઠળ રાજકોટની રામ સિક્યોરિટી એજન્સી દ્વારા આચરવામાં આવેલું મોટું કૌભાંડ ઝડપાયું છે. સંચાલકે હાજર ન હોય તેવા 9 કર્મચારીઓના ખોટા નામે બિલો બનાવી સરકારી નાણાં મેળવ્યા હતા અને અસલી કર્મચારીઓ પાસેથી ધમકાવીને નાણાં પરત મેળવ્યા હતા. આ મામલે પોલીસે ઉચાપત અને છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
patan જિલ્લા પંચાયતમાં સિક્યુરિટી એજન્સીના સંચાલકનું કૌભાંડ  આ રીતે કરી મોટી ઉચાપત
Advertisement
  • Patan જિલ્લા પંચાયતમાં સિક્યુરિટી એજન્સીના સંચાલકનું કૌભાંડ
  • સંચાલકે ખોટા બીલો બનાવી સરકારના નાણાનો દુરુપયોગ કર્યો
  • રાજકોટની રામ સિક્યુરિટીના સંચાલકે ખોટા બિલ બનાવ્યા
  • ફરજ પર ન હોય તેવા વ્યક્તિના નામે રુપિયાની ઉચાપત

Patan: પાટણ જિલ્લા પંચાયત (District Panchayat) અને જિલ્લા વિકાસ અધિકારી (DDO) ના નિવાસસ્થાને સુરક્ષા (Security) પૂરી પાડવાના કોન્ટ્રાક્ટમાં ગંભીર નાણાકીય ગેરરીતિ અને છેતરપિંડી (Fraud) નો મામલો સામે આવ્યો છે. રાજકોટની રામ સિક્યોરિટી એજન્સીના સંચાલક કેયુર રસીકલાલ અનડકટ સામે ખોટા દસ્તાવેજો બનાવવા અને સરકારી નાણાંની ઉચાપત કરવા બદલ પાટણ સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. એજન્સીના સંચાલકે નિયમ મુજબની રૂ. 91,000ની સિક્યોરિટી ડિપોઝિટ (Security Deposit) ન ભરી હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે.

ખોટા નામે બિલો બનાવી સરકારી નાણાં હડપવાનું કારસ્થાન

પાટણ જિલ્લા પંચાયતની બાંધકામ શાખાના સીનિયર ક્લાર્ક પ્રવિણભાઈ દેસાઈએ નોંધાવેલી ફરિયાદ મુજબ, વર્ષ 2025માં એજન્સીને 9 ચોકીદારો (Watchmen) પૂરા પાડવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જાન્યુઆરી 2026 થી માર્ચ 2026 દરમિયાન એજન્સીએ કુલ 9 વ્યક્તિઓના નામે બિલો રજૂ કર્યા હતા. જોકે, તપાસ દરમિયાન ચોંકાવનારી વિગત સામે આવી કે મનિષ ગરચર, મિત ગોહેલ અને અન્ય 7 વ્યક્તિઓએ ક્યારેય ફરજ બજાવી જ ન હતી. એજન્સીએ આ ડમી નામોનો ઉપયોગ કરી સરકાર પાસેથી નાણાં મેળવી લીધા હતા.

Advertisement

ક્યુ.આર. કોડ મોકલી પગાર પરત લેવાની ધમકી

આ કૌભાંડમાં માત્ર ખોટા બિલો જ નહીં, પણ ખરેખર ફરજ બજાવતા કર્મચારીઓનું શોષણ પણ કરવામાં આવ્યું હતું. જે ચોકીદારો ફરજ પર હતા, તેમને લઘુત્તમ વેતન કરતાં ઓછો પગાર આપવામાં આવતો હતો. એટલું જ નહીં, સંચાલક કેયુર અનડકટે નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી (Threat) આપીને વોટ્સએપ પર ક્યુ.આર. કોડ મોકલી કર્મચારીઓ પાસેથી અંદાજે રૂ. 23,500 પરત મેળવી લીધા હતા. આ પ્રકારની આધુનિક રીત અપનાવી કર્મચારીઓના હક્કનું નાણું પડાવવામાં આવતું હતું.

Advertisement

પોલીસ કાર્યવાહી તેજ

સરકારી કચેરી દ્વારા ચોકીદારોના પગાર પેટે મોકલવામાં આવેલ રૂ. 3,46,518નો ચેક એજન્સીના ખાતામાં જમા થયા બાદ પણ ત્રણ દિવસ સુધી નાણાંની હંગામી ઉચાપત કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાક્રમની ગંભીરતાને ધ્યાને લેતા પાટણ પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કૌભાંડમાં અન્ય કોઈ સરકારી કર્મચારીની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ ઝીણવટભરી તપાસ (Investigation) શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Surat: 'મારી પાસે વહુને દેવા કંઈ નહોતું એટલે ચોરી કરી', કતારગામમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો

Tags :
Advertisement

.

×