Patan: હાજીપુરમાં વરઘોડા પર હુમલો, વરરાજાને ઘોડા પરથી નીચે પછાડી માર માર્યો, જાણો સમગ્ર મામલો
પાટણના હાજીપુર ગામમાં દેવીપૂજક સમાજના વરઘોડા પર વરઘોડો કાઢવા બાબતે 5 શખ્સોએ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ વરરાજાને ઘોડા પરથી નીચે પછાડી, શૂટ ફાડી નાખ્યો હતો અને બચાવવા આવેલા માતા-કાકા-કાકીને માર માર્યો હતો. જ્ઞાતિસૂચક અપશબ્દો અને ધમકી આપવા બદલ બાલીસણા પોલીસે રામુજી ઠાકોર સહિત પાંચ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Advertisement
Patan News: પાટણ જિલ્લાના હાજીપુર (Hajipur) ગામમાં એક અત્યંત ચોંકાવનારી અને ચિંતાજનક ઘટના સામે આવી છે. ગામમાં દેવીપૂજક જ્ઞાતિના એક યુવકના લગ્ન પ્રસંગે પરંપરાગત રીતે વરઘોડો (Wedding Procession) કાઢવામાં આવ્યો હતો. આ વરઘોડો જ્યારે ગામના એક વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે અચાનક કેટલાક સ્થાનિક શખ્સોએ આવીને હોબાળો મચાવ્યો હતો. હુમલાખોરોએ "અમારા મહોલ્લામાંથી વરઘોડો કેમ કાઢ્યો?" તેમ કહીને ભારે હોબાળો મચાવ્યો હતો અને જોતજોતામાં જાનૈયાઓ પર લાકડીઓ અને પથ્થરો વડે હુમલો (Attack) કરી દીધો હતો. આ અચાનક થયેલા હુમલાને કારણે ખુશીનો માહોલ ભય અને અફરાતફરીમાં ફેરવાઈ ગયો હતો.

