Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Patan ઉત્તરવહીકાંડ: SC ના આદેશ બાદ Kanu Chaudhary નું સરેન્ડર, થશે અનેક ખુલાસા

પાટણ HNGU MBBS ઉત્તરવહીકાંડમાં સુપ્રીમ કોર્ટના કડક વલણ બાદ મુખ્ય આરોપી કનુ ચૌધરીએ શરણાગતિ સ્વીકારી છે. કોર્ટે 30 એપ્રિલ સુધીમાં સરેન્ડર કરવાનો આદેશ આપતા અંતિમ દિવસે આરોપી પાટણ B-ડિવિઝન પોલીસ મથકે હાજર થયો હતો. શિક્ષણ જગતમાં ખળભળાટ મચાવનારા આ કૌભાંડમાં હવે પોલીસ કડક તપાસ હાથ ધરી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરનારાઓ સામે કાર્યવાહી કરશે.
patan ઉત્તરવહીકાંડ  sc ના આદેશ બાદ kanu chaudhary નું સરેન્ડર  થશે અનેક ખુલાસા
Advertisement
  • Patan: HNGU ઉત્તરવહીકાંડમાં  SC ના આદેશ બાદ આરોપીનું સરેન્ડર
  • આરોપી કનુ ચૌધરી પોલીસ સમક્ષ હાજર
  • સમગ્ર શિક્ષણ જગતમાં આ મોટા એક્શનથી મચ્યો ખળભળાટ

Patan: પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (Hemchandracharya North Gujarat University) માં થયેલા બહુચર્ચિત MBBS ઉત્તરવહીકાંડમાં કાયદાનો ગાળિયો વધુ મજબૂત બન્યો છે. કૌભાંડના મુખ્ય આરોપી કનુ ચૌધરી (Kanu Chaudhary) એ આખરે સુપ્રીમ કોર્ટ (Supreme Court) ના કડક વલણ સામે નમતું જોખ્યું છે. સુપ્રીમ કોર્ટે આરોપીની આગોતરા જામીન અરજી ફગાવી દઈ તેને તત્કાલ સરેન્ડર (Surrender) કરવાનો કડક હુકમ (Order) આપ્યો હતો. કોર્ટે સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો કે આરોપીએ 30 એપ્રિલ સુધીમાં કોઈપણ સંજોગોમાં શરણાગતિ સ્વીકારવી પડશે. સર્વોચ્ચ અદાલતના આદેશનું પાલન કરવા સિવાય આરોપી પાસે કોઈ વિકલ્પ બચ્યો નહોતો, જેના પરિણામે લાંબા સમયથી ફરાર આરોપીએ કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરવાની તૈયારી બતાવી છે.

તપાસનો ધમધમાટ વધ્યો

તારીખ 30 એપ્રિલના અંતિમ દિવસે આરોપી કનુ ચૌધરી પાટણના B-ડિવિઝન પોલીસ મથકે (Police Station) હાજર થયો હતો. અહીં તેણે પોલીસ સમક્ષ આત્મસમર્પણ (Self-surrender) કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. પાટણ પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી (Legal Action) હાથ ધરી આરોપીની અટકાયત કરી છે. ઉલ્લેખનીય છે કે, MBBS જેવા ગંભીર અને જવાબદાર અભ્યાસક્રમમાં ઉત્તરવહીઓ બદલીને કરવામાં આવેલા આ ચેડાં (Corruption) થી સમગ્ર રાજ્યના શિક્ષણ જગતમાં ખળભળાટ મચાવ્યો હતો. પોલીસ હવે આ કેસમાં કનુ ચૌધરીની પૂછપરછ કરીને આ કૌભાંડમાં સામેલ અન્ય શખ્સો અને વહીવટી તંત્રની ભૂમિકા અંગે વધુ તપાસ (Investigation) તેજ કરશે.

Advertisement

ચેડાં કરનારા તત્વોમાં ફફડાટ

આ કાર્યવાહીથી વિદ્યાર્થીઓના ભવિષ્ય (Future of Students) સાથે ચેડાં કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. શિક્ષણ ક્ષેત્રે પારદર્શિતા (Transparency) જાળવી રાખવા માટે સુપ્રીમ કોર્ટનો આ આદેશ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. લાંબા સમયથી ચાલી રહેલા આ કાનૂની જંગમાં આરોપીની ધરપકડથી તપાસમાં નવા ખુલાસા થવાની પૂરેપૂરી સંભાવના છે. પાટણ પોલીસ હવે આરોપીના રિમાન્ડ (Remand) મેળવીને આ રેકેટના મૂળ સુધી પહોંચવા પ્રયાસ કરશે.

Advertisement

2018 માં આચરવામાં Patan માં આવ્યું હતુ કૌભાંડ

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની વર્ષ 2018ની તબીબી વિદ્યાશાખાની પરીક્ષામાં આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતુ. સી.આઈ.ડી. ક્રાઈમની આર્થિક ગુન્હા નિવારણ શાખા (EOW) દ્વારા કરવામાં આવેલી તપાસમાં બહાર આવ્યું હતુ કે નાપાસ થયેલા વિદ્યાર્થીઓને પાસ કરવા માટે સત્તાધીશો અને વિદ્યાર્થીઓએ મળીને પરીક્ષાની ઉત્તરવહીઓ બદલવાનું મોટું કાવતરૂં રચ્યું હતું. તપાસ અહેવાલ મુજબ, 17 જુલાઈ 2018 થી 28 જુલાઈ 2018 દરમિયાન લેવાયેલી પ્રથમ વર્ષ MBBSની પરીક્ષામાં બેઠક નંબર 391, 392 અને 406 ના વિદ્યાર્થીઓની અસલ ઉત્તરવહીઓ ગુમ કરવામાં આવી હતી. આ અસલ દસ્તાવેજોના સ્થાને અન્ય સ્થળે લખેલી નવી ઉત્તરવહીઓ ગોઠવી દેવામાં આવી હતી.

 આ પણ વાંચોઃ Vadodara: મેડિકલ કોલેજનો વિદ્યાર્થી લાપતા થતા ચકચાર, છેલ્લું લોકેશન ક્યાં મળ્યું?

Tags :
Advertisement

.

×