Patan Liquor Ban Violation: પાટણમાં દારૂબંધીના ધજાગરાં, નવજીવન ચોકડી પર બાર જેવી સર્વિસનો વીડિયો વાયરલ
આમ તો ગુજરાત રાજ્ય ડ્રાય સ્ટેટ છે, એટલે કે ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ આ કાયદાનો વારંવાર ભંગ થઈ રહ્યો છે. બુટલેગરોને જાણે પોલીસ અને કાયદાનો કોઈ ખૌફ ના હોય તેમ બેફામ દારૂનું વેચાણ કરતા હોય તેવા ઘણા કિસ્સા ધ્યાનમાં આવ્યા છે. ત્યારે પાટણમાં પણ આવો જ વીડિયો વાયરલ થયો છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, બુટલેગર દારુબંધીના નિયમનો કેવીરીતે ઉલાળિયો કરે છે.
Advertisement
Patan Liquor Ban Violation: ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો અમલ કાગળ પર જ હોય તેમ પાટણ શહેરમાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. શહેરના નવજીવન ચોકડી નજીક આવેલા તીરૂપતિ માર્કેટમાં જાહેરમાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે. અહીં બાર જેવી સુવિધા મળતી હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. આ ઘટનાએ પોલીસની કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ ચિંતાજનક બની છે.

