Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Patan માં ચૂંટણીને લઈને પોલીસ એક્શન મોડમાં, 1246 બૂથ પર સઘન બંદોબસ્ત

પાટણ અને સિદ્ધપુરની પાલિકા તેમજ પંચાયતની ચૂંટણીના જંગમાં આવતીકાલે મતદારો ભાગ્ય વિધાતા બનશે. જોકે, મતદાન મથકો પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખાખી વર્દીધારીઓએ અત્યારથી જ મોરચો સંભાળી લીધો છે.
patan માં ચૂંટણીને લઈને પોલીસ એક્શન મોડમાં  1246 બૂથ પર સઘન બંદોબસ્ત
Advertisement
  • સ્થાનિક ચૂંટણીને લઈ Patan જિલ્લા પોલીસ સજ્જ!
  • પાટણ-સિદ્ધપુર પાલિકા અને પંચાયત માટે કાલે મતદાન
  • 1246 બૂથ પર 1100 પોલીસ અને 1500 હોમગાર્ડ તૈનાત
  • 262 સંવેદનશીલ બિલ્ડિંગો પર પોલીસની કડક બાજ નજર
  • 147 બોડીવોર્ન કેમેરા અને વીડિયોગ્રાફીથી સજ્જ રહેશે પોલીસ
  • QRT વાન અને 77 સેક્ટર મોબાઈલ દ્વારા સતત પેટ્રોલિંગ શરૂ

Patan: પાટણ અને સિદ્ધપુર પાલિકા સહિત જિલ્લાની પંચાયતની ચૂંટણીઓ (Local Body Elections) માટે આવતીકાલે મતદાન પ્રક્રિયા યોજાવાની છે. આ મહત્વપૂર્ણ લોકશાહીના પર્વને શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરાવવા માટે પાટણ જિલ્લા પોલીસ તંત્ર (Patan District Police) સંપૂર્ણ રીતે સજ્જ થઈ ગયું છે. મતદારો કોઈપણ ભય વગર મતદાન કરી શકે તે માટે જિલ્લાભરમાં પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે.

પોલીસ અને હોમગાર્ડ જવાનો તૈનાત કરાયા

જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ કુલ 1246 મતદાન બૂથો પર 1100 જેટલા પોલીસ જવાનો અને 1500 હોમગાર્ડના જવાનોને જવાબદારી સોંપવામાં આવી છે. ખાસ કરીને, 262 સંવેદનશીલ બિલ્ડિંગો (Sensitive Buildings) ને ચિહ્નિત કરવામાં આવી છે, જ્યાં પોલીસની વિશેષ બાજ નજર રહેશે. સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે આ વખતે ટેકનોલોજીનો પણ ભરપૂર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 147 જેટલા બોડીવોર્ન કેમેરા (Body-Worn Cameras) અને વીડિયોગ્રાફી સાથે પોલીસ જવાનો સજ્જ રહેશે, જેથી દરેક હિલચાલ પર નજર રાખી શકાય.

Advertisement

Patan_gujarat_first_news

Advertisement

Patan ના સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલીંગ

આ સમગ્ર સુરક્ષા વ્યવસ્થાનું સુપરવિઝન 4 DYSP, 23 PI અને 57 PSI દ્વારા કરવામાં આવશે. ફિલ્ડમાં કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે 77 સેક્ટર મોબાઈલ અને ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT) વાન સતત પેટ્રોલિંગમાં રહેશે. જિલ્લાની સરહદી ચેકપોસ્ટો પર પણ સઘન સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. અસામાજિક તત્વો સામે અટકાયતી પગલાં ભરીને વાતાવરણને શાંત રાખવા પોલીસ સતર્ક છે. આવતીકાલે સવારથી જ પાટણ-સિદ્ધપુરમાં મતદાનનો પ્રારંભ થશે, ત્યારે પોલીસના આ ચુસ્ત બંદોબસ્તને કારણે વહીવટીતંત્રને નિર્વિઘ્ન ચૂંટણીની આશા છે.

આ પણ વાંચો: Jamnagar: દિગ્જામ સર્કલ પાસે ધારિયું લઈને ફરતા બે શખ્સોનો આતંક, પોલીસ આરોપીની કરી ધરપકડ

Tags :
Advertisement

.

×