Operation Mule Hunt 2.0: તમારું બેંક ખાતું તો ભાડે નથી આપ્યું ને? રાધનપુરમાં 196 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ
Patan: રાધનપુર પોલીસે 'ઓપરેશન મ્યુલ હન્ટ 2.0' હેઠળ રૂ. 196.29 કરોડનું મોટું સાયબર ફ્રોડ ઝડપી પાડ્યું છે. આરોપીઓ ગરીબ શ્રમિકોને કમિશનની લાલચ આપી તેમના બેંક ખાતા અને દસ્તાવેજો મેળવીને સાયબર ગુના આચરતા હતા. દેશભરની 38 સાયબર ફરિયાદો સાથે સંકળાયેલા આ કેસમાં પોલીસે 3 આરોપીઓ સામે બીએનએસ અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Advertisement
Patan Operation Mule Hunt 2.0: પાટણ જિલ્લાના રાધનપુરમાં સાયબર સુરક્ષા (Cyber Security) માટે એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. સ્થાનિક પોલીસે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 (Operation Mule Hunt 2.0) અંતર્ગત એક આંતરરાજ્ય સાયબર ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગ દ્વારા આચરવામાં આવેલા સાયબર ફ્રોડની રકમ આશ્ચર્યજનક રીતે રૂ. 196.29 કરોડ જેટલી તોતિંગ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ સાયબર ફ્રોડના મૂળિયાં ગુજરાતની બહાર પણ ફેલાયેલા હોવાની આશંકા સેવાઈ રહી છે.

