Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Patan: ધોળા દિવસે નિલમ સીનેમા વિસ્તારમાં ફાયરિંગ, 50 વર્ષિય પશુ વેપારીનું મોત

પાટણના નીલમ સિનેમા વિસ્તારમાં જૂની અદાવતના કારણે બે જૂથો વચ્ચે થયેલા ઝઘડામાં ધોળા દિવસે બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ હુમલામાં 50 વર્ષીય પશુ વેપારી યુસુફ ખાનનું (Yusuf Khan) મોત નીપજ્યું છે. ઘટના બાદ LCB અને SOG સહિતનો પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે અને ફરાર આરોપીઓની શોધખોળ જારી છે.
patan  ધોળા દિવસે નિલમ સીનેમા વિસ્તારમાં ફાયરિંગ  50 વર્ષિય પશુ વેપારીનું મોત
Advertisement
  • Patan Firing Incident: નિલમ સીનેમા વિસ્તારમાં જૂની અદાવતમાં ફાયરિંગ
  • અજાણ્યા ઈસમ દ્વારા બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું
  • ફાયરિંગની ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું

Patan Firing Incident: પાટણ શહેરના હાર્દ સમાન નીલમ સિનેમા (Nilam Cinema) વિસ્તારમાં આજે ધોળા દિવસે ફાયરિંગની ઘટના બનતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. ભરબજારમાં અચાનક થયેલા ગોળીબારને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સામાન્ય દિવસની જેમ બજારમાં લોકોની અવરજવર ચાલુ હતી, ત્યારે અચાનક બે રાઉન્ડ ફાયરિંગ (Firing) થતા આસપાસના વેપારીઓ અને રાહદારીઓ સ્તબ્ધ થઈ ગયા છે.  હાલ આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Patan Firing Incident: જૂની અદાવત બની લોહિયાળ

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના પાછળ એક જ સમાજના બે જૂથો વચ્ચે લાંબા સમયથી ચાલી આવતી જૂની અદાવત (Old Rivalry) જવાબદાર હોવાનું સામે આવ્યું છે. જાણવા મળ્યું છે કે આ બંને જૂથો વચ્ચે માત્ર બે દિવસ પહેલા જ સામસામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. આ અદાવતની આગ આજે એટલી પ્રજ્વલિત થઈ કે ધોળા દિવસે હથિયારો નીકળ્યા અને એક વ્યક્તિનો ભોગ લેવાયો.

Advertisement

Patan Firing Incident: પશુ વેપારી યુસુફ ખાનનું કરુણ મોત

આ ગોળીબારમાં 50 વર્ષીય યુસુફ ખાન ચાંદખાન (Yusuf Khan Chandkhan) નામના પ્રોઢનું કરુણ મોત નીપજ્યું છે. મૃતક યુસુફ ખાન મુખ્યત્વે ભેંસોના વેપાર (Buffalo Trading) સાથે સંકળાયેલા હતા. હુમલાખોરોએ તેમને નિશાન બનાવી બે રાઉન્ડ ફાયરિંગ કર્યું, જેમાં ગંભીર ઈજાઓ થવાને કારણે મોત થયું છે. ઘટના બાદ તાત્કાલિક અસરથી મૃતદેહને પોસ્ટમોર્ટમ (Post-Mortem) અર્થે પાટણની સિવિલ હોસ્પિટલ (Civil Hospital, Patan) ખાતે ખસેડવામાં આવ્યો હતો.

Advertisement

ઘટનાસ્થળે પોલીસનો કાફલો અને લોકોના ટોળા

ફાયરિંગની જાણ થતા જ પાટણ એ ડિવિઝન (A-Division), એસ.ઓ.જી. (SOG) અને એલ.સી.બી. (LCB) સહિતના પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો છે. બજારમાં થયેલી આ હત્યાને પગલે લોકોના મોટા ટોળા ઉમટી પડ્યા છે, જેને નિયંત્રિત કરવા માટે પોલીસે કડક બંદોબસ્ત ગોઠવી દીધો છે. પોલીસે ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આરોપીઓને પકડવા પોલીસની કવાયત

શહેરની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ ઉઠાવતી આ ઘટના બાદ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. ફાયરિંગ કરીને ફરાર થઈ ગયેલા આરોપીઓને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અને શહેરના એક્ઝિટ પોઈન્ટ્સ પર નાકાબંધી કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચોઃSurat: અશ્લીલ વીડિયો બનાવી અસલી રંગ બતાવ્યો, પરિચિતોએ જ આધેડને હની ટ્રેપમાં ફસાવ્યા!

આ પણ વાંચોઃ Kheda: ગળતેશ્વરમાં BJP મહામંત્રીની દાદાગીરી! દલિત કર્મચારી પર હુમલો કર્યાના આક્ષેપ

Tags :
Advertisement

.

×