Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Patan News : રાધનપુરમાં ખનન માફિયાઓનો આતંક ! ખેતર ખોદીને બનાવી દીધું તળાવ

Patan News : પાટણ (Patan) જિલ્લાના રાધનપુર (Radhanpur) પંથકમાં ખનન માફિયાઓનો આતંક સતત વધી રહ્યો છે. તંત્રનો કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વિના, આ માફિયાઓએ કાયદાને નેવે મૂકીને ગેરકાયદેસર ખનન (Illegal Mining) ની પ્રવૃત્તિઓ શરૂ કરી છે.
patan news   રાધનપુરમાં ખનન માફિયાઓનો આતંક   ખેતર ખોદીને બનાવી દીધું તળાવ
Advertisement

Patan News : પાટણ (Patan) જિલ્લાના રાધનપુર (Radhanpur) પંથકમાં ખનન માફિયાઓનો આતંક સતત વધી રહ્યો છે. તંત્રનો કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વિના, આ માફિયાઓએ કાયદાને નેવે મૂકીને ગેરકાયદેસર ખનન (Illegal Mining) ની પ્રવૃત્તિઓ શરૂ કરી છે. તાજેતરમાં રેવન્યુ સર્વે નંબર 247/અ/2 વાળી ખેતીલાયક જમીનમાં બનેલી ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે.

ખેતી લાયક જમીનમાંથી ખનન ચોરી

મળતી માહિતી મુજબ, ખેડૂતની જાણ બહાર રાત્રિના અંધકારમાં, સાંજે થી સવાર સુધી ખનન માફિયાઓએ જેસીબી અને ડમ્પરો દ્વારા ખેતરમાં આડેધડ ખોદકામ કર્યું હતું. આ ક્રૂરતાભર્યા ખનનને કારણે ખેતર હવે ખેતી કરવા લાયક રહ્યું નથી, પરંતુ એક વિશાળ તળાવમાં ફેરવાઈ ગયું છે. માફિયાઓ આ જમીનમાંથી હજારો મેટ્રિક ટન માટી રાતોરાત ઉપાડી ગયા છે અને તેનું ખુલ્લેઆમ વેચાણ કરી રહ્યા હોવાનુ સામે આવ્યુ છે.

Advertisement

ખનન માફિયાઓ સામે કડક કાર્યવાહીની માગ કરી

ઉલ્લેખનીય છે કે આ ખનન માફિયાઓ એટલા બધા માથાભારે છે કે તેમની સામે અગાઉ પણ જે કોઈએ અવાજ ઉઠાવ્યો છે, તેમના હાથ-પગ ભાંગી નાખવામાં આવ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આ પ્રકારના ડરના કારણે સ્થાનિક ખેડૂતો અને રહીશો ખુલીને બોલતા પણ ગભરાઈ રહ્યા છે.

Advertisement

રાતભર ચાલતી આટલી મોટી પ્રવૃત્તિ તંત્રની નજરથી કેવી રીતે બચી ગઈ? ખેડૂત દ્વારા હવે ખાણ ખનીજ વિભાગ (Mining Department) ના અધિકારીઓને તાત્કાલિક સ્થળ પર આવીને તપાસ કરવાની અને આ ખનન માફિયાઓ સામે કડક દંડકીય કાર્યવાહી કરવાની માગ કરી છે.

આ પણ વાંચો : Rain Forecast : કાળઝાળ ગરમી વચ્ચે વરસાદની આગાહી ! જાણો ક્યારે અને ક્યાં પડશે વરસાદ

Tags :
Advertisement

.

×