Patan News: ખેતર બની ગયું ખાણ! ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ તંત્ર આવ્યું એક્શનમાં
Patan News: પાટણના રાધનપુર (Radhanpur) માં ખેતરમાંથી ગેરકાયદેસર રીતે માટીનું ખનન (Illegal Mining) થતું હોવાના મામલે 'ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ' દ્વારા પ્રસારિત કરાયેલા અહેવાલની મોટી અસર જોવા મળી છે. બે દિવસ પૂર્વે ખેડૂતની જાણ બહાર ખેતરમાંથી હજારો મેટ્રિક ટન માટીની ચોરી કરવામાં આવી હતી, જેનો અહેવાલ રજૂ થતા જ ખનન માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
Patan ના રાધનપુરમાં 'ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ'ના અહેવાલની અસર
અહેવાલ પ્રસારિત થયાના ગણતરીના કલાકોમાં જ ખાણ-ખનીજ વિભાગ (Mining Department) એક્શન મોડમાં આવી ગયું હતું. વિભાગની ટીમે તાત્કાલિક અસરથી રાધનપુર ખાતેના ઘટનાસ્થળે પહોંચીને સ્થળ નિરીક્ષણ હાથ ધર્યું હતું. તંત્ર દ્વારા ઘટનાસ્થળે માપણી (Measurement) કરવામાં આવી હતી અને ગેરકાયદેસર ખનન કરનાર માફિયાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી છે. ખેડૂતની મંજૂરી વગર આટલા મોટા પાયે કરવામાં આવેલી માટીની ચોરી અંગે તંત્રની આ ત્વરિત કામગીરીને લઈને લોકોમાં સંતોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: Patan News: ગેરકાયદેસર પાણી કનેક્શન દૂર કરવા ગયેલા અધિકારી પર હુમલો, પોલીસની હાજરીમાં મારામારી


