Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Patan News: રાધનપુર નગરપાલિકામાં 10 કરોડનું ટેન્ડર કૌભાંડ! હાઈકોર્ટના દ્વાર ખખડાવશે સભ્યો

Patan News: પાટણ (Patan) જિલ્લાના રાધનપુર (Radhanpur) નગરપાલિકામાં રોડ-રસ્તાના કામો માટેની ટેન્ડર પ્રક્રિયામાં મોટા પાયે ભ્રષ્ટાચાર (Corruption) થયાના ગંભીર આક્ષેપો સામે આવતા રાજકીય અને વહીવટી વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
patan news  રાધનપુર નગરપાલિકામાં 10 કરોડનું ટેન્ડર કૌભાંડ  હાઈકોર્ટના દ્વાર ખખડાવશે સભ્યો
Advertisement

Patan News: પાટણ (Patan) જિલ્લાના રાધનપુર (Radhanpur) નગરપાલિકામાં રોડ-રસ્તાના કામો માટેની ટેન્ડર પ્રક્રિયામાં મોટા પાયે ભ્રષ્ટાચાર (Corruption) થયાના ગંભીર આક્ષેપો સામે આવતા રાજકીય અને વહીવટી વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. નગરપાલિકાના સભ્ય નવીનભાઈ મહેતાએ ચીફ ઓફિસર અને એન્જિનિયરની કામગીરી સામે સીધા સવાલો ઉઠાવતા આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.

પાટણ (Patan) ની રાધનપુર નપામાં ભ્રષ્ટાચારના આક્ષેપ

પ્રાપ્ત વિગતો અનુસાર, કુલ રૂ. 10 કરોડના ખર્ચે થનારા રોડના કામોમાં, જેમાં રૂ. 6.22 કરોડ અને રૂ. 3.78 કરોડના બે મહત્વના ટેન્ડરોનો સમાવેશ થાય છે, તેમાં નિયમોને નેવે મૂકીને ગેરરીતિ આચરવામાં આવી છે. આક્ષેપ મુજબ, જે એજન્સીએ 9 ટકા જેટલા નીચા ભાવે કામ કરવાની તૈયારી દર્શાવી હતી, તેને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો ન હતો. આશ્ચર્યની વાત એ છે કે, જે ટેન્ડર અગાઉ ત્રણ વખત રદ કરવામાં આવ્યા હતા, તેને ચોથી વાર કોઈ પણ પ્રકારની ચર્ચા કર્યા વગર જ બજાર ભાવ કરતા 50 ટકા જેટલા ઊંચા ભાવે મંજૂરી આપી દેવામાં આવી છે.

Advertisement

સ્વભંડોળના 35% વધારાના ભારણ સામે સવાલો

નવીનભાઈ મહેતાએ વધુમાં આક્ષેપ કર્યા છે કે, આ સમગ્ર પ્રક્રિયામાં નગરપાલિકાના સ્વભંડોળ પર અંદાજે 35 ટકા જેટલું વધારાનું આર્થિક ભારણ નાખવાનો કારસો રચવામાં આવ્યો છે. આ કૌભાંડમાં અગાઉ સસ્પેન્ડ થયેલા ચીફ ઓફિસર અને કારોબારી ચેરમેનની ભૂમિકા શંકાના દાયરામાં છે. માનીતી એજન્સીને લાભ પહોંચાડવા માટે કરવામાં આવેલી આ પ્રક્રિયા સામે હવે બાધિત પક્ષકારો હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની તૈયારી કરી રહ્યા છે. જો સમયસર તપાસ નહીં થાય, તો ભવિષ્યમાં બનનારા રસ્તાઓની ગુણવત્તા પણ નબળી રહેવાની અને પ્રજાના ટેક્સના પૈસાનું આંધણ થવાની ભીતિ સેવાઈ રહી છે.

Advertisement

 આ પણ વાંચો:  Diyodar Taluka Panchayat Election: દિયોદર પંચાયત ચૂંટણીનો જંગ પૂરો, કોંગ્રેસના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી

Tags :
Advertisement

.

×