Patan: પોલીસે બુટલેગરોનો પ્લાન કર્યો ફેલ, રાધનપુર નજીક દારૂની હેરાફેરીનો પર્દાફાશ
Patan Police Liquor Seized: પાટણ પોલીસે રાધનપુર હાઇવે પરથી રેતી ભરેલા ડમ્પરમાં છુપાવેલો મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. બુટલેગરોએ પોલીસથી બચવા ડમ્પરમાં ગુપ્ત જગ્યા બનાવી દારૂનો જથ્થો સંતાડ્યો હતો. સતર્ક પોલીસ તપાસ દરમિયાન સમગ્ર હેરાફેરીનો પર્દાફાશ થયો. પોલીસે ડમ્પર ચાલકની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે અને નેટવર્ક સાથે જોડાયેલા લોકોની શોધખોળ હાથ ધરી છે.
Advertisement
Patan Police Liquor Seized: પાટણ જિલ્લામાં દારૂનું નેટવર્ક સક્રિય થાય તે પહેલાં જ પોલીસે બુટલેગરોના મનસૂબા નિષ્ફળ બનાવ્યા છે. રાધનપુર હાઇવે પરથી પોલીસે મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસની નજરથી બચવા માટે બુટલેગરોએ દારૂની હેરાફેરી માટે નવી મોડસ ઓપરેન્ડી (Modus Operandi) અપનાવી હોવાનું સામે આવ્યું છે.

