Patan : હારીજ લૂંટ કેસના 6 આરોપીઓ ગણતરીના કલાકોમાં જેલના સળિયા પાછળ
- Patan પોલીસે ઉકેલ્યો લૂંટનો ભેદ
- હારીજમાં બે દિવસ અગાઉ બની હતી લૂંટની ઘટના
- વેપારી જયંતિભાઈ ઠક્કર લૂંટનો બન્યા હતા ભોગ
- ઝડપાયેલ આરોપીઓ મધ્યપ્રદેશના રહેવાસી
- પોલીસે સીસીટીવીના આધારે ભેદ ઉકેલ્યો
Patan : પાટણ (patan) ના હારીજ (harij) માં લૂંટ (loot) નો ભેદ ઉકેલાય છે, રાત્રીના સમયે વેપારી (traders) દુકાન બંધ કરીને ઘરે જઈ રહ્યાં હતા તે દરમિયાન વેપારી સાથે લૂંટની ઘટના બની હતી, તો પોલીસે સીસીટીવી (cctv) ના આધારે અને બાતમીના આધારે લૂંટનો ગુનો ઉકેલ્યો છે, લૂંટારૂઓએ રેકી કરીને ઘટનાને આપ્યો હતો અંજામ.
Patan પોલીસે લૂંટ કરતી ગેંગને ઝડપી પાડી
પાટણના હારીજ શહેરમાં બે દિવસ અગાઉ બની હતી લૂંટ (robbery) ની ઘટના અને હારીજ શહેરમાં આવેલ ભાવેશ ટ્રેડિંગ નામની દુકાન ઘરાવતા જ્યંતિભાઈ ઠક્કર બન્યા હતા લૂંટનો ભોગ, જ્યંતી ઠક્કર પોતાની દુકાન બંધ કરી એક્ટિવા પર ઘરે જતા હતા તે દરમિયાન રસ્તામાં લૂંટની ઘટના બની હતી. લૂંટારુઓએ રેકી કરી લૂંટને આપ્યો હતો અંજામ અને લૂંટારુઓએ રસ્તામાં જ્યંતિભાઈને રોકી છરીની અણીએ 2.70 લાખની લૂંટ કરી થયા હતા ફરાર.
ઝડપાયેલ આરોપીઓ મૂળ મધ્યપ્રદેશના રહેવાસી
ઘટના પગલે પાટણ lcb, sog તેમજ હારીજ પોલીસે અલગ અલગ ટીમો બનાવી ગણતરીના દિવસમાં ઉકેલ્યો લૂંટનો ભેદ અને પોલીસે લૂંટમાં ગયેલા રૂપિયા 2.50 લાખ તેમજ લૂંટમાં વપરાયેલ બે બાઈક સહિતનો મુદામાલ કર્યો જપ્ત, આરઓપીઓ મૂળ મધ્યપ્રદેશના રહેવાસી છે. પોલીસે લૂંટમાં ગયેલા 2.50 લાખ રૂપિયા તેમજ લૂંટ માટે વપરાયેલી બે બાઈક સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. ફરાર આરોપીને પકડવા માટે પોલીસની ટીમો કામ કરી રહી છે.
છરીની અણીએ રૂપિયા 2.70 લાખની લૂંટ થઈ હતી
માર્ગમાં જ લૂંટારુઓએ જ્યંતિભાઈને રોકી છરીની અણીએ 2.70 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી અને તરત જ ફરાર થઈ ગયા હતા. આ ઘટના બાદ પોલીસ તંત્ર એલર્ટ થઈ ગયું હતું અને ગુનેગારોને ઝડપવા માટે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પાટણ શહેરમાં લૂંટની ઘટના બનતાની સાથે પોલીસ પણ એકટિવ બની ગઈ હતી.
આ પણ વાંચો : વિદેશ જવાની લાલચ પડી ભારે, Mehsana ના ખેડૂત સાથે રૂ. 64 લાખની લૂંટ


