Patan: રાધનપુરમાં ઝાડ પર લટકી યુવકનો આપઘાત, પિતાના ગંભીર આક્ષેપ
પાટણના રાધનપુરમાં વશરામભાઈ ઠાકોર નામના યુવકે મોટી પીપળી ગામની સીમમાં આત્મહત્યા કરી છે. મૃતકે આત્મહત્યા પહેલા બનાવેલા વીડિયોમાં ગામના કેટલાક શખ્સો પર ધાક-ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. જેસીબીની મદદથી મૃતદેહને નીચે ઉતારવામાં આવ્યો હતો. પોલીસે પિતાના આક્ષેપોને આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
Advertisement
Patan Suicide Case: પાટણ જિલ્લાના રાધનપુર (Radhanpur) વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક યુવકે ગળે ફાંસો ખાઈને પોતાની જીવનલીલા સંકેલી લીધી છે. આ આત્મહત્યા (Suicide) પૂર્વે યુવકે વૃક્ષ પર ચડીને પોતાનો છેલ્લો વીડિયો બનાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.ૉ

