Patan Accident News: ઈક્કો અને છોટા હાથી વચ્ચે જોરદાર ટક્કર, એકનું મોત, 4 લોકો ઈજાગ્રસ્ત
- Patan ના સમી-હારીજ હાઈવે પરગમખ્વાર અકસ્માત
- ઈક્કો અને છોટા હાથી વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત
- ભયાનક ટક્કરના દ્રશ્યો CCTV કેમેરામાં થયા કેદ
- એક વ્યક્તિનું મોત, બાળકો સહિત અન્ય લોકો ઇજાગ્રસ્ત
Patan Accident News: પાટણ (Patan) જિલ્લાના સમી-હારીજ હાઈવે (Sami Harij Highway) પર એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. આઈશ્રી હોટલ સામે ઈક્કો ગાડી અને છોટા હાથી વચ્ચે થયેલી આ ભયાનક ટક્કરના દ્રશ્યો સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થયા છે. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે બાળકો સહિત અન્ય લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
Patan ના સમી-હારીજ હાઈવે પરગમખ્વાર અકસ્માત
સમી-હારીજ હાઈવે પર આવેલી આઈશ્રી હોટલ (Aishree Hotel) સામે પૂરપાટ ઝડપે આવી રહેલા ઈક્કો અને છોટા હાથી વાહન સામસામે ધડાકાભેર અથડાયા હતા. આ અકસ્માત એટલો જોરદાર હતો કે ઈક્કો ગાડીમાં સવાર બાસ્પા (Baspa) ગામના રહેવાસી જોધાભાઈ નાનજીભાઈ નિરાશ્રિત ઠાકોર (Jodhabhai Nanjibhai Nishrit Thakor) નું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
બે નિર્દોષ બાળકો સહિ 4 લોકો ઇજાગ્રસ્ત
આ અકસ્માતમાં બે નિર્દોષ બાળકો સહિત કુલ 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ધારપુર (Dharpur) હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે, જેમાં બંને વાહનોની ભયાનક ટક્કર સ્પષ્ટપણે જોઈ શકાય છે. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: Gir Somnath માં કાળજું કંપાવતી ઘટના, પિતાની નજર સામે જ અઢી વર્ષની બાળકીને ઉઠાવી ભાગ્યો દીપડો!


