Patan News: ગેરકાયદેસર પાણી કનેક્શન દૂર કરવા ગયેલા અધિકારી પર હુમલો, પોલીસની હાજરીમાં મારામારી
Patan News: પાટણના સાંતલપુર (Santalpur) તાલુકાના બોરૂડા (Boruda) ગામમાં પાણી ન પહોંચવાની ફરિયાદો બાદ પાણી પુરવઠા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર (Deputy Executive Engineer) એસ.વી. પંચાલ (S.V. Panchal) પોતાની ટીમ સાથે ઘટનાસ્થળે તપાસ માટે પહોંચ્યા હતા. તપાસ દરમિયાન લોદરા (Lodra) ગામના સરપંચના ભાઈ પ્રકાશ ઠાકોરની હોટલ પર 10 ઈંચની મુખ્ય લાઈનમાંથી 3 ઈંચનું ગેરકાયદેસર પાણી કનેક્શન (Illegal Water Connection) લેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું.
Patan માં પાણી કનેક્શનના મુદ્દે અધિકારી પર હુમલો
જ્યારે વિભાગની ટીમ આ ગેરકાયદેસર કનેક્શન દૂર કરવાની કામગીરી કરી રહી હતી, ત્યારે લોદરાના સરપંચના ભાઈ પ્રકાશ ઠાકોર અને તેમના પુત્રએ પોલીસની હાજરીમાં જ ઇજનેર એસ.વી. પંચાલ પર હુમલો કરીને તેમને લાફા ઝીંક્યા હતા. પીડિત અધિકારીએ આક્ષેપ કર્યો છે કે સરપંચ પરિવાર દ્વારા રાજકીય ઓળખાણનો ધાક બતાવીને અગાઉથી પણ તેમને ધમકીઓ આપવામાં આવતી હતી.
નાયબ કાર્યપાલક ઇજનેરે ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરી
વધુમાં, ઇજનેર પંચાલ દ્વારા એવો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે સરપંચ દ્વારા તેમને વારંવાર સાંસદ ભરતસિંહ ડાભી (MP Bharatsinh Dabhi) નું નામ આપીને માનસિક રીતે પરેશાન કરવામાં આવે છે. આ સમગ્ર ઘટના બાદ પાણી પુરવઠા વિભાગના અધિકારીએ કસૂરવારો વિરુદ્ધ પોલીસ ફરિયાદ (Police Complaint) નોંધાવવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: Gujarat Rain Forecast: સાવધાન! આગામી ત્રણ કલાકમાં આ વિસ્તારોમાં ભારે પવન સાથે તૂટી પડશે વરસાદ


