Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Patan: સરકારી કાર્યક્રમમાં મહિલા તલાટી પ્રેમમાં પડી, ક્લાર્કે શારીરિક સંબંધો બાંધ્યા પછી કરી બ્લેકમેલિંગ

પાટણના શંખેશ્વર તાલુકા પંચાયતના પરિણીત ક્લાર્ક સામે મહિલા તલાટીએ દુષ્કર્મ અને બ્લેકમેઈલિંગની ફરિયાદ નોંધાવી છે. 'રન ફોર યુનિટી' કાર્યક્રમ બાદ સંપર્કમાં આવેલા આરોપીએ લગ્નની લાલચ આપી શોષણ કર્યું હતું. ફોટા વાયરલ કરવાની ધમકી આપનાર આરોપી ક્લાર્ક હાલ ફરાર છે અને પોલીસ તપાસ તેજ બની છે.
patan  સરકારી કાર્યક્રમમાં મહિલા તલાટી પ્રેમમાં પડી  ક્લાર્કે શારીરિક સંબંધો બાંધ્યા પછી કરી બ્લેકમેલિંગ
Advertisement
  • Patan Rape Case: પરિણીત ક્લાર્ક સામે દુષ્કર્મની ફરિયાદ
  • લગ્નની લાલચ આપી મહિલા તલાટી સાથે દુષ્કર્મ આચર્યું! 
  • સરકારી કાર્યક્રમ બાદ બંને વચ્ચે સંપર્ક વધ્યો હતો

Patan Rape Case: જિલ્લાના શંખેશ્વર તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા એક પરિણીત ક્લાર્ક (Married Clerk) સામે ગંભીર પ્રકારની દુષ્કર્મની ફરિયાદ નોંધાતા સરકારી આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે. આરોપીએ એક મહિલા તલાટીને પોતાની પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કર્યું હોવાના આક્ષેપો સાથે ચાણસ્મા પોલીસ મથકે (Chanasma Police Station) ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ઘટનાને પગલે વહીવટી તંત્રમાં પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે.

સરકારી કાર્યક્રમમાં પ્રેમ પાંગર્યો હતો

મળતી માહિતી મુજબ આ સમગ્ર વિવાદની શરૂઆત એક સરકારી કાર્યક્રમથી થઈ હતી. 'રન ફોર યુનિટી' (Run For Unity) ના કાર્યક્રમ દરમિયાન આરોપી ક્લાર્ક અને ભોગ બનનાર મહિલા તલાટી વચ્ચે પ્રથમ વખત સંપર્ક થયો હતો. ત્યારબાદ, બંને વચ્ચે વાતચીત વધતા આરોપીએ પોતે પરિણીત હોવા છતાં મહિલાને પ્રેમજાળમાં ફસાવી હતી. લગ્નનું ખોટું આશ્વાસન (False Promise of Marriage) આપીને તેણે મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

Advertisement

ક્લાર્કે કર્યો બ્લેકમેઈલનો ખેલ

પીડિતાના આરોપ અનુસાર આરોપી ક્લાર્કે અંગત પળોના ફોટા અને વીડિયો (Photos and Videos) ઉતારી લીધા હતા. આ પુરાવાઓ સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપીને આરોપી તેને સતત બ્લેકમેઈલ (Blackmailing) કરતો હતો. ભય અને બદનામીના ડર હેઠળ મહિલા અત્યાર સુધી મૌન રહી હતી, પરંતુ આખરે હિંમત દાખવીને તેણે ન્યાય માટે પોલીસના દ્વાર ખટખટાવ્યા છે.

Advertisement

આરોપી ક્લાર્ક થયો ફરાર

આ મામલે પાટણની ચાણસ્મા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદ નોંધાતાની સાથે જ આરોપી ક્લાર્ક પોતાની ધરપકડથી બચવા માટે ફરાર (Absconding) થઈ ગયો છે.  સરકારી કર્મચારીઓ (Government Employees) વચ્ચે બનેલી આ ઘટનાએ નૈતિકતા અને સુરક્ષા સામે અનેક સવાલો ઊભા કર્યા છે.

આ પણ વાંચોઃ Surat: 'મારી પાસે વહુને દેવા કંઈ નહોતું એટલે ચોરી કરી', કતારગામમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો

Tags :
Advertisement

.

×