Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

LIVE Video: Patan માં સરકારી કર્મચારીઓ સામે લાકડીઓ ઉગામતા પશુપાલકો કેમેરામાં કેદ

Viral Video Gujarat: પાટણ (Patan) ના પિંજારકોટ (Pinjarkot) વિસ્તારમાં રખડતા ઢોરોને પકડવા ગયેલી નગરપાલિકા (Municipality) ની ટીમ પર પશુ માલિકોએ દાદાગીરી કરી હતી. પશુપાલકોએ સરકારી કર્મચારીઓ સામે લાકડીઓ ઉગામીને પકડેલી ગાયોને બળજબરીથી છોડાવી લીધી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થતાં કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો ઉભા થયા છે અને દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ થઈ રહી છે.
live video  patan માં સરકારી કર્મચારીઓ સામે લાકડીઓ ઉગામતા પશુપાલકો કેમેરામાં કેદ
Advertisement
  • Patan માં રખડતા ઢોરોના માલિકોની દાદાગીરી સામે આવી
  • રખડતા પશુઓને પકડવાની કામગીરીમાં અડચણરૂપ બન્યા
  • પાલિકાના કર્મચારીઓએ પકડેલી ગાયોને છોડાવી ગયા
  • પશુપાલકોનો વીડિયોમાં લાકડીઓ ઉગામતા જોવા મળ્યા
  • પિંજારકોટ વિસ્તારમાં પશુ માલિકોની દબંગગીરી સામે આવી

Patan Municipality : પાટણ શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે, ત્યારે પાટણ નગરપાલિકા (Patan Municipality) દ્વારા આ પશુઓને પકડવાની કાયદેસરની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે, આ કામગીરી દરમિયાન પશુ માલિકોની ખુલ્લેઆમ દાદાગીરી સામે આવતા તંત્ર અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાટણના પિંજારકોટ (Pinjarkot) વિસ્તારમાં જ્યારે પાલિકાની ટીમ રખડતા પશુઓને ડબ્બે પૂરવા ગઈ ત્યારે પશુપાલકોએ સરકારી કામગીરીમાં ભારે અડચણ ઊભી કરી હતી.

કર્મચારીઓ સામે લાકડીઓ ઉગામી ગાયોને બળજબરીથી છોડાવી ગયા

મળતી માહિતી મુજબ, નગરપાલિકાના કર્મચારીઓએ પિંજારકોટ વિસ્તારમાંથી કેટલીક રખડતી ગાયોને પકડી લીધી હતી. આ દરમિયાન પશુ માલિકો મોટી સંખ્યામાં ધસી આવ્યા હતા અને પાલિકાના કર્મચારીઓ સાથે ઘર્ષણમાં ઉતર્યા હતા. પશુપાલકોએ પાલિકાના કર્મચારીઓ સામે ખુલ્લેઆમ લાકડીઓ ઉગામી હતી અને પકડેલી તમામ ગાયોને બળજબરીથી છોડાવી ગયા હતા. પશુ માલિકોની આ પ્રકારની દબંગગીરીના કારણે પાલિકાની ટીમને કામગીરી અધવચ્ચે જ રોકવાની ફરજ પડી હતી.

Advertisement

Advertisement

સોશિયલ મીડિયા પર પશુપાલકોની દબંગગીરીનો વીડિયો વાયરલ

આ સમગ્ર ઘટનાનો એક વીડિયો (Video) સોશિયલ મીડિયા પર વાયરલ (Viral) થયો છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પશુપાલકો હાથમાં લાકડીઓ લઈને પાલિકાના કર્મચારીઓને ડરાવવાનો અને ધમકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કાયદો અને વ્યવસ્થાના લીધેધજ્જિયા ઉડાવતા આ વીડિયોને પગલે સ્થાનિક લોકોમાં પશુપાલકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. સરકારી કર્મચારીઓ પર આ રીતે લાકડીઓ ઉગામીને પશુઓ છોડાવી જવાની ઘટનાએ પાટણ શહેરમાં ચર્ચા જગાવી છે. આ મામલે પાલિકા દ્વારા પોલીસ (Police) ફરિયાદ કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: Surat-તાપીના અઢી લાખ પશુપાલકો માટે 'ગોલ્ડન' સમાચાર, Sumul Dairy એ જાહેર કર્યું રૂ.120 Milk Fat Bonus

Tags :
Advertisement

.

×