Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Patan: હારીજમાં ઠાકોર સમાજનું બંધારણ તૂટ્યું, અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરની હાજરીમાં રાસ-ગરબા

 Patan: પાટણ જિલ્લાના હારીજમાં ઠાકોર સમાજ દ્વારા સામાજિક કુરિવાજોને ડામવા માટે બનાવવામાં આવેલા કડક બંધારણના ધજાગરા ઉડ્યા હોવાની ઘટના સામે આવી છે. હારીજમાં ઠાકોર સમાજના આગેવાન મોબુજી સોનાજી ઠાકોરના ઘરે આયોજિત લગ્ન પ્રસંગમાં સમાજના નિયમોનો સરેઆમ ભંગ કરવામાં આવ્યો છે.
patan  હારીજમાં ઠાકોર સમાજનું બંધારણ તૂટ્યું  અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરની હાજરીમાં રાસ ગરબા
Advertisement
  •  Patan ના હારીજમાં ઠાકોર સમાજનું બંધારણ તૂટ્યું
  • હારીજના લગ્ન પ્રસંગમાં ઉડ્યા કડક નિયમોના ધજાગરા
  • સમાજ બહાર કરાયેલા કલાકારે કર્યો બંધારણનો ભંગ
  • અર્જુન ઠાકોર, ગબ્બર ઠાકોરની હાજરીમાં રાસ-ગરબા
  • લગ્નમાં બંધારણના ભંગથી ઠાકોર સમાજમાં ભારે રોષ
  • કાર્યવાહી કરવા બપોરે 2 વાગ્યે મળશે સમાજની બેઠક
  • બેઠકમાં લેવાનારા સંભવિત કડક નિર્ણયો પર સૌની મીટ

 Patan: પાટણ જિલ્લાના હારીજ (Harij) માં ઠાકોર સમાજ (Thakor Samaj) દ્વારા સામાજિક કુરિવાજોને ડામવા માટે બનાવવામાં આવેલા કડક બંધારણના ધજાગરા ઉડ્યા હોવાની ઘટના સામે આવી છે. હારીજમાં ઠાકોર સમાજના આગેવાન મોબુજી સોનાજી ઠાકોરના ઘરે આયોજિત લગ્ન પ્રસંગમાં સમાજના નિયમોનો સરેઆમ ભંગ કરવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર ઠાકોર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Advertisement

Patan ના હારીજમાં ઠાકોર સમાજનું બંધારણ તૂટ્યું

વિગતો મુજબ, સમાજમાં કુરિવાજો દૂર કરવા માટે ગત 4 જાન્યુઆરીએ ઓગળધામ ખાતે મળેલી બેઠકમાં રાસ-ગરબા અને ડીજે (DJ) પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવાયો હતો. આમ છતાં, એક વર્ષ માટે સમાજ બહાર કરાયેલા કલાકાર અર્જુન ઠાકોર (Arjun Thakor) ના સાસરિયામાં જ આ બંધારણ તૂટ્યું છે. અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર (Gabbar Thakor) ની ઉપસ્થિતિમાં ભવ્ય રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે સમાજના નિયમોની વિરુદ્ધ છે.

Advertisement

Patan Harij Thakor Samaj Bandharan Bhang-Gujarat first2

બેઠકમાં લેવાનારા સંભવિત કડક નિર્ણયો પર સૌની મીટ

ઉલ્લેખનીય છે કે અગાઉ પણ સમાજનું બંધારણ તોડનાર સામે જ્ઞાતિ બહાર કરવા સહિત 1.51 લાખ રૂપિયા સુધીની દંડકીય કાર્યવાહી કરવામાં આવી છે. હવે આ કિસ્સામાં પણ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા માટે આજે બપોરે 2 વાગ્યે ઠાકોર સમાજની મહત્વની બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં લેવાનારા સંભવિત નિર્ણયો પર હાલ સૌની મીટ મંડાયેલી છે.

આ પણ વાંચો: Amreli પોલીસ એક્શન મોડમાં, હિસ્ટ્રીશીટર યુવરાજનું પોલીસ બંદોબસ્ત સાથે રી-કન્સ્ટ્રક્શન

Tags :
Advertisement

.

×