Patan: 'સરકાર પ્રેમ લગ્નમાં વાલીની સહમતિનો કાયદો લાવે', SPG અધ્યક્ષ લાલજી પટેલની માગ, લવ મરેેજનો મુદ્દો ફરી કેમ ઉછળ્યો?
આદિવાસી ભીલ સમાજના સમૂહ લગ્ન પ્રસંગે SPG અધ્યક્ષ લાલજી પટેલે પ્રેમ લગ્નમાં પિતાની સંમતિ ફરજિયાત કરતો નવો કાયદો લાવવા સરકારને અપીલ કરી છે. તેમણે અસામાજિક તત્વો સામે દીકરીઓને 'ભાગીને નહીં પણ જાગીને' લગ્ન કરવા ભલામણ કરી હતી. દીકરીઓની સંપૂર્ણ સુરક્ષા સુનિશ્ચિત કરવા પાટીદાર અને આદિવાસી સહિતના તમામ પ્રમુખ સંગઠનોને એક થઈ મંચ પર આવવા આહવાન કરાયું છે.
Advertisement
Patan: પ્રેમ લગ્નનો મુદ્દો ફરી એકવાર ઉછળ્યો છે. પાટણમાં આદિવાસી ભીલ સમાજ દ્વારા આયોજિત એક ભવ્ય સમૂહ લગ્ન સમારોહમાં ઉપસ્થિત રહેલા સરદાર પટેલ ગ્રુપ (SPG) ના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલે મંચ પરથી સરકાર સામે એક અત્યંત મહત્વપૂર્ણ અને સંવેદનશીલ મુદ્દે કાયદાકીય સુધારાની માગ કરી છે. તેમણે જણાવ્યું કે વર્તમાન સમયમાં પ્રેમ લગ્નના (Love Marriage) નામે થતી છેતરપિંડી અને કૌટુંબિક વિખવાદોને રોકવા માટે કાયદામાં યોગ્ય બદલાવ કરવો અનિવાર્ય બન્યો છે. ખાસ કરીને ભાગેડુ લગ્નોમાં પિતા અથવા માતા-પિતાની લેખિત સંમતિ ફરજિયાત બનાવતો કાયદો લાવવા માટે સરકાર પર દબાણ લાવવામાં આવી રહ્યું છે.

