Patan: ઝીલિયાના ભાવેશ રબારી સામે વધુ એક ફરિયાદ, જાણો મામલો
- Patan:ભાવેશ રબારી સામે Patan શહેર બી ડિવિઝન પોલીસ મથકે વધુ એક ફરિયાદ
- ઝીલિયા બ્રધર્સ સહિત અન્ય 6 થી 7 અજાણ્યા શખ્સો સામે ફરિયાદ
- ઝીલિયા ગામના ભાવેશ રબારી, ભાર્ગવ દેસાઈ સામે ફરિયાદ
- અક્કી દેસાઈ, દેવું દેસાઈ સામે પાટણ બી ડિવિઝનમાં ફરિયાદ
Patan: ઉત્તર ગુજરાતમાં વ્યાજખોરો અને માથાભારે તત્વો સામે તંત્રએ લાલ આંખ કરી છે. પાટણના ઝીલિયા (Zhiliya) ગામે કુખ્યાત વ્યાજખોર ભાવેશ રબારી (Bhavesh Rabari) દ્વારા સરકારી ગૌચરની જમીન પર કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો પર વહીવટી તંત્રએ બુલડોઝર ફેરવી દીધું છે. છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલી આ કડક કાર્યવાહીમાં ભાવેશ રબારીનું આલીશાન 'રામધણી' (Ramdhani) ફાર્મહાઉસ અને તેમાં આવેલો બંગલો તોડી પાડી જમીનદોસ્ત કરવામાં આવ્યા છે. બીજી તરફ હવે ભાવેશ રબારી (Bhavesh Rabari) સહિત તેના 6થી 7 મળતિયા વિરુધ્ધ પાટણમાં વધુ એક હુમલો કરવાના કેસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
Patan: જહુભા ઠાકોરે નોંધાવી ફરિયાદ
મળતી જાણકારી અનુસાર ભાવેશ રબારી અને તેની ગેંગ દ્વારા પાટણ (Patan) શહેરમાં રુપિયાની લેતીદેતી મામલે હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે પાટણ શહેર બી ડિવિઝન (Patan City B Division) પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ ફરિયાદી જહુભા ઠાકોર (Jahubha Thakor) પર 10 લાખ રૂપિયાની લેતીદેતીમાં જીવલેણ હુમલો કરાયો હતો. 4 ગાડીઓના કાફલાએ ફરિયાદીની અર્ટિગા (Ertiga) ગાડીને ઘેરી લઈ હુમલો કર્યો હતો. જૂની અદાવતનો બદલો લેવા માટે ભાવેશ રબારીએ આ હુમલો કરાવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જેથી પોલીસે ભાવેશ રબારી સહિત તેના મળતિયા સામે ગુનો નોંધ્યો છે.
Patan: ઝીલિયા બ્રધર્સ સહિત 7 સામે ગુનો
પાટણ બી ડિવિઝન (Patan B Division) પોલીસ મથકે આ મામલે ઝીલિયા બ્રધર્સ (Zhiliya Brothers) તરીકે ઓળખાતા ભાવેશ રબારી, ભાર્ગવ દેસાઈ (Bhargav Desai), અક્કી દેસાઈ (Akki Desai) અને દેવું દેસાઈ (Devu Desai) સહિત અન્ય 6 થી 7 અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે રાયોટિંગ અને હુમલાની કલમો હેઠળ તપાસ તેજ કરી છે. તંત્રની આ આકરી કાર્યવાહીથી પંથકના વ્યાજખોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
શું હતો સમગ્ર મામલો?
ઝીલિયા ગામે તાજેતરમાં રામાપીરના મંદિરના ફાળાની ઉઘરાણી અને વ્યવસ્થાપનને લઈને ભાવેશ રબારી અને મુખ્ય આરોપી જીતુભા (Jitubha) વચ્ચે લાંબા સમયથી મનદુઃખ ચાલી રહ્યું હતું. આ અદાવત રાખીને જીતુભા અને તેના 15 થી 20 શખ્સોના ટોળાએ પૂર્વ આયોજિત કાવતરું રચી હિંસક હુમલો કર્યો હતો. હુમલાખોરો લાકડી, ધોકા અને અન્ય પ્રાણઘાતક હથિયારો સાથે ગાડીઓમાં સવાર થઈને આવ્યા હતા અને ગામમાં આતંક મચાવ્યો હતો.
હુમલાખોરોએ ભાવેશ રબારીના ઘરને નિશાન બનાવી પથ્થરમારો અને તોડફોડ કરી હતી. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ હતી. ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે બેફામ બનેલું ટોળું હિંસા પર ઉતરી આવ્યું હતું. ગ્રામજનોમાં અફરાતફરી મચી ગઈ હતી અને લોકોએ જીવ બચાવવા દોડધામ કરવી પડી હતી. આ ઘટનામાં પોલીસ પર પણ હુમલો કરાયો હતો.
આ પણ વાંચોઃ પાટણ ઝીલિયા કાંડ: સસ્પેન્શનનો દોર યથાવત, LCB ના વધુ 4 પોલીસકર્મી સસ્પેન્ડ!


