Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Zhiliya Kand: રામાધણી ફાર્મ હાઉસ પર બુલડોઝર ફર્યું! ભાવેશ રબારીનું સામ્રાજ્ય ધ્વસ્ત

Ramadhani Farm House Demolition: પાટણના ઝીલિયામાં પોલીસ પર થયેલા હુમલા અને ગેરકાયદે દબાણના મામલે તંત્રએ લાલ આંખ કરી છે. કુખ્યાત ભાવેશ રબારીના 'રામાધણી ફાર્મ હાઉસ' ના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. ગૌચરની જમીન પર દબાણ મુદ્દે થયેલી અરજી બાદ કલેક્ટરના આદેશથી પોલીસ છાવણી વચ્ચે આ ડિમોલિશન હાથ ધરાયું છે.
zhiliya kand  રામાધણી ફાર્મ હાઉસ પર બુલડોઝર ફર્યું  ભાવેશ રબારીનું સામ્રાજ્ય ધ્વસ્ત
Advertisement

પાટણના Zhiliya Kand માં તંત્રની મોટી કાર્યવાહી
ભાવેશ રબારીના ગેરકાયદે બાંધકામ પર કાર્યવાહી
ઝીલિયાના રામાધણી ફાર્મ હાઉસનું ડિમોલિશન
કુખ્યાત ભાવેશ સામે નોંધાયેલા છે અનેક ગુનાઓ
તાજેતરમાં ફાર્મ હાઉસ પર થઈ હતી મોટી બબાલ
હુમલાની ઘટના બાદ કાયદાનો સકંજો કસાયો
ભાવેશ ઝીલિયાના ફાર્મ હાઉસ પર પોલીસ તૈનાત
LCB સહિતની ટીમો ફાર્મ હાઉસ પર ખડેપગે
ભાવેશ રબારીના ફાર્મ હાઉસ પર નોટિસ બાદ એક્શન
ભાવેશ રબારીની મસ્તાની ગેંગ પર પોલીસની કાર્યવાહી

Patan Zhiliya Kand: ગુજરાતમાં ગુનેગારો સામે સરકારનું કડક વલણ યથાવત છે. પાટણ જિલ્લાના ચાણસ્મા (Chanasma) તાલુકાના ઝીલિયા (Zhiliya) ગામે બનેલી હિંસક ઘટના બાદ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. કુખ્યાત શખ્સ ભાવેશ રબારી (Bhavesh Rabari) અને તેની મસ્તાની ગેંગ (Mastani Gang) દ્વારા આચરવામાં આવતી ગેરકાયદે પ્રવૃત્તિઓ અને તાજેતરમાં પોલીસ પર થયેલા હુમલા બાદ આ કેસના મુખ્ય આરોપી અને કુખ્યાત શખ્સ ભાવેશ રબારી (Bhavesh Rabari) દ્વારા કરવામાં આવેલા ગેરકાયદે બાંધકામો (Illegal Constructions) પર હવે તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. ખાસ કરીને ઝીલિયા ખાતે આવેલા તેના 'રામાધણી ફાર્મ હાઉસ' (Ramadhani Farm House) ને જમીનદોસ્ત કરવામાં આવ્યું છે.

Advertisement

ગૌચરની જમીન પરનું દબાણ દૂર કરાશે

ઝીલિયા ગામમાં આવેલા રામાધણી ફાર્મ હાઉસ (Ramadhani Farm House) પર હાલ જેલના સળિયા પાછળ રહેલા ભાવેશ રબારીએ સરકારી ગૌચરની જમીન (સર્વે નંબર 166) પર ગેરકાયદે કબજો જમાવ્યો હતો. આ મામલે મનીષ રાઠોડ (Manish Rathore) દ્વારા 4 નવેમ્બર 2025ના રોજ પાટણ કલેક્ટર (Patan Collector) ને લેખિત અરજી કરવામાં આવી હતી. આ અરજીના આધારે તપાસ કર્યા બાદ, તંત્રએ મકાન અને શેડ તોડી પાડવા માટે 7 દિવસની નોટિસ આપી હતી અને હવે પ્રત્યક્ષ કાર્યવાહી શરૂ કરી છે.

Advertisement

ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી

ડિમોલિશન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ઝીલિયામાં છાવણી ફેરવાઈ ગઈ છે. અધિક કલેક્ટર (Additional Collector), મામલતદાર (Mamlatdar) અને ટીડીઓ (TDO) ની હાજરીમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) સહિતની પોલીસ ટીમો તૈનાત કરવામાં આવી છે. ભાવેશ રબારી સામે માત્ર પાટણમાં જ 10 થી વધુ ગુના નોંધાયેલા છે, જેમાં ખંડણી (Extortion), ધાકધમકી અને વ્યાજખોરી જેવા ગંભીર કેસોનો સમાવેશ થાય છે. તેની સામે ગુજસીટોક (GUJCTOC) હેઠળ પણ ગુનો નોંધાયેલ હોવાથી તે પોલીસ રેકોર્ડ પર કુખ્યાત ગુનેગાર છે.

શું હતી સમગ્ર ઘટના?

થોડા દિવસો પહેલા ઝીલિયા ગામે મંદિરના ફાળા બાબતે સામાન્ય તકરાર થઈ હતી, જેણે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. લાકડી અને ધોકા સાથેના ટોળાએ ભાવેશ રબારીના ઘર પર આતંક મચાવ્યો હતો. જ્યારે પોલીસની 112 વાન (Police Van 112) ઘટનાસ્થળે પહોંચી, ત્યારે હિંસક ટોળાએ પોલીસ વાહન પર પણ પથ્થરમારો અને તોડફોડ કરી હતી. આ મામલે પોલીસે પોતે ફરિયાદી બનીને ગુનેગારો સામે કાર્યવાહી કરી છે અને અત્યાર સુધીમાં 3 ઈસમોની ધરપકડ કરી છે. તંત્રની આ આકરી કાર્યવાહીથી સમગ્ર જિલ્લામાં ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસે ગામમાં શાંતિ જળવાઈ રહે તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે.

આ પણ વાંચો: ઝીલિયાકાંડ: ભાવેશ રબારીની હવે ખેર નથી! Ramadhani Farm હાઉસ થશે જમીનદોસ્ત

Tags :
Advertisement

.

×