Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Patan: ઝીલિયાકાંડમાં ચાણસ્મા PI સહિત 8 પોલીસકર્મી, 5 GRD જવાન સસ્પેન્ડ, જાણો સમગ્ર મામલો

પાટણના ઝીલિયા ગામે મંદિરના ફાળાના મનદુઃખમાં ભાવેશ રબારીના ઘર અને પોલીસ વાન પર થયેલા હિંસક હુમલા બાદ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ફરજમાં બેદરકારી બદલ ચાણસ્મા પી.આઈ. આર. એચ. સોલંકી સહિત 8 પોલીસકર્મીઓ અને 5 જી.આર.ડી. જવાનોને સસ્પેન્ડ કરાયા છે. સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
patan  ઝીલિયાકાંડમાં ચાણસ્મા pi સહિત 8 પોલીસકર્મી  5 grd જવાન સસ્પેન્ડ  જાણો સમગ્ર મામલો
Advertisement
  • Patan માં ઝીલિયાકાંડમાં પોલીસની કાર્યવાહી
  • ચાણસ્માના ઝીલિયામાં થયેલી ઘટનામાં કાર્યવાહી
  • PI સહિત 8 પોલીસ કર્મચારી સસ્પેન્ડ
  • 5 GRD જવાનો પણ સસ્પેન્ડ

Patan: પાટણ જિલ્લાના ચાણસ્મા (Chanasma) તાલુકાના ઝીલિયા ગામે ગત મોડી રાત્રે રામાપીરના મંદિર (Ramapir Temple) ના ફાળા બાબતે થયેલી હિંસક અથડામણ અને પોલીસ પરના હુમલાની ઘટનામાં તંત્રએ લાલ આંખ કરી છે. આ મામલે ફરજમાં બેદરકારી દાખવવા બદલ ચાણસ્મા પોલીસ સ્ટેશનના પી.આઈ. (PI) આર. એચ. સોલંકી (R. H. Solanki) અને 5 જી.આર.ડી. (GRD) જવાનો મળી કુલ 13 પોલીસકર્મીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મંદિરના વિવાદમાં ઉશ્કેરાયેલા ટોળાએ ભાવેશ રબારી (Bhavesh Rabari) ના ઘર અને પોલીસની 112 વાન પર જીવલેણ હુમલો કરતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો હતો.

Patan: મંદિરના ફાળાના વિવાદે લીધું હિંસક સ્વરૂપ

ઝીલિયા ગામે રામાપીરના મંદિરના ફાળાની ઉઘરાણી અને વ્યવસ્થાપનને લઈને ભાવેશ રબારી અને મુખ્ય આરોપી જીતુભા (Jitubha) વચ્ચે લાંબા સમયથી મનદુઃખ ચાલી રહ્યું હતું. આ અદાવત રાખીને ગત મોડી રાત્રે જીતુભા અને તેના 15 થી 20 શખ્સોના ટોળાએ પૂર્વ આયોજિત કાવતરું રચી હિંસક હુમલો કર્યો હતો. હુમલાખોરો લાકડી, ધોકા અને અન્ય પ્રાણઘાતક હથિયારો સાથે ગાડીઓમાં સવાર થઈને આવ્યા હતા અને ગામમાં આતંક મચાવ્યો હતો.

Advertisement

Advertisement

સીસીટીવીમાં કેદ થયો હુમલાખોરોનો આતંક

હુમલાખોરોએ ભાવેશ રબારીના ઘરને નિશાન બનાવી પથ્થરમારો અને તોડફોડ કરી હતી. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ છે. ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે બેફામ બનેલું ટોળું હિંસા પર ઉતરી આવ્યું હતું. ગ્રામજનોમાં અફરાતફરી મચી ગઈ હતી અને લોકોએ જીવ બચાવવા દોડધામ કરવી પડી હતી.

પોલીસ વાન પર હુમલો અને તંત્રની કડક કાર્યવાહી

ઘટનાની જાણ થતા જ સ્થળ પર પહોંચેલી પોલીસની 112 વાન પર પણ ટોળાએ હુમલો કરતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હતી. જિલ્લા પોલીસ વડાએ આ બાબતને ગંભીરતાથી લઈ કડક પગલાં ભર્યા છે. ચાણસ્માના પી.આઈ. આર. એચ. સોલંકી, એ.એસ.આઈ. (ASI), હેડ કોન્સ્ટેબલ (Head Constable) અને કોન્સ્ટેબલ સહિત 8 કાયમી પોલીસકર્મીઓ તથા 5 જી.આર.ડી. જવાનોને સસ્પેન્ડ કરવામાં આવતા પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે. હાલમાં પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચોઃ Patan: ઝીલિયામાં રાત્રે ટોળાએ મચાવ્યો આતંક, ભાવેશ રબારીના ઘર પર કર્યો હુમલો, શું છે કારણ

Tags :
Advertisement

.

×