રાણકી વાવ ખાતે 3D લાઈટીંગ શો, 24 મિનિટમાં રજૂ થશે Patan ની ગાથા, જુઓ નજારો
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પાટણની રાણકી વાવ ખાતે ₹18 કરોડના 3D પ્રોજેક્શન શોનું વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું છે. આ વિશ્વનો પ્રથમ એવો શો છે જે 'ઈનવર્ટેડ મોન્યુમેન્ટ' પર 3D ટેકનોલોજીથી રાણી ઉદયમતિની ગાથા અને ગુજરાતના સાંસ્કૃતિક વારસાને રજૂ કરે છે. ₹30ની ટિકિટ સાથે આ શો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર અને સ્થાનિકો માટે રોજગારીનું માધ્યમ બનશે.
Advertisement
- Patan માં રાણકી વાવ ખાતે 3D લાઈટીંગ શોનું લોકાર્પણ
- વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલી કર્યુ લોકાર્પણ
- અંદાજિત 18 કરોડના ખર્ચે થ્રીડી લાઈટીંગ
Patan Rani Ki Vav: ઐતિહાસિક નગરી પાટણમાં સ્થિત યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ રાણકી વાવ (Rani Ki Vav) ખાતે પ્રવાસન વિભાગ દ્વારા એક નવું નજરાણું ઉમેરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM Narendrabhai Modi) દ્વારા વાવ-થરાદ (Vav-Tharad) ખાતેથી ₹18 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા અત્યાધુનિક 3D પ્રોજેક્શન મેપિંગ શો અને લાઈટ એન્ડ સાઉન્ડ શોનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટથી ઐતિહાસિક વારસાને આધુનિક ટેકનોલોજી સાથે જોડીને પ્રવાસીઓ માટે નવો અનુભવ ઊભો કરાયો છે.

