Patan: રાધનપુરમાં ચૌધરી સમાજનું શક્તિ પ્રદર્શન, ઓગડ જાગીર મઠના મંહત સાથે ચાલે છે વિવાદ
પાટણ જિલ્લાના રાધનપુરમાં સર્જાયેલા એક મોટા વિવાદ અને શક્તિ પ્રદર્શનના કારણે રાજકારણ ગરમાયું છે. મઠના મહંત સાથે જોડાયેલા મામલા અને યુવાન પર થયેલા હુમલાને લઈને સમાજના આગેવાનો તેમજ વહીવટી તંત્ર આમને સામને આવ્યા છે. આ મુદ્દે ઉચ્ચ સ્તરીય નેતાગીરી અને સમાજ દ્વારા અપાતા નિવેદનો વચ્ચે સમગ્ર ઘટનાક્રમમાં નવા વળાંક આવી રહ્યા છે
Advertisement
Patan Chaudhary Samaj: ગુજરાતમાં સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર અવારનવાર ગરમાગરમી જોવા મળતી હોય છે, ત્યારે પાટણ જિલ્લાના રાધનપુર (Radhanpur) પંથકમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઓગડ જાગીર મઠના મહંત સાથેના વિવાદ અને અજમલભાઈ ચૌધરી પર થયેલા હુમલાના વિરોધમાં રાધનપુર ખાતે ચૌધરી સમાજ દ્વારા ભવ્ય શક્તિ પ્રદર્શન (Chaudhary Samaj Power Show) યોજવામાં આવ્યું હતું. આ બેઠક અને શક્તિ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં સમાજના લોકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

