Radhanpur Municipality: રાધનપુર પાલિકામાં મહિલાઓનો હોબાળો, પ્રમુખ-ઉપપ્રમુખ સામે પ્રજામાં ભારે રોષ
રાધનપુર નગરપાલિકામાં આજે લોકશાહીની મજાક ઉડતી જોવા મળી હતી. વોર્ડ નંબર 1ની પાયાની સુવિધાઓ માટે ન્યાય માંગવા ગયેલી મહિલાઓ અને કોંગી સદસ્યોને જવાબ આપવાને બદલે પાલિકાના પદાધિકારીઓ ફરાર થઈ ગયા હતા. મહિલાઓ પર પોલીસ ફરિયાદની ધમકી અને ઉપપ્રમુખ દ્વારા ઘરના દરવાજા બંધ કરી દેવાની ઘટનાએ શહેરના રાજકારણમાં ભારે ચકચાર મચાવી છે.
Advertisement
Radhanpur Municipality: પાટણના રાધનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 1માં પાયાની સુવિધાઓનો અભાવ સ્થાનિકો માટે અસહ્ય બન્યો છે. પીવાના પાણી અને ગટરની ગંભીર સમસ્યાઓથી ત્રસ્ત મહિલાઓ ન્યાયની આશાએ પાલિકા કચેરી પહોંચી હતી. જોકે, ત્યાં જે દ્રશ્યો સર્જાયા તે ચોંકાવનારા હતા. જવાબદાર પદાધિકારીઓની ઉદાસીનતા અને ગેરવર્તણૂકે શહેરીજનોના રોષને ચરમસીમાએ પહોંચાડ્યો છે. આખરે પ્રજાના પ્રશ્નોનું શું થશે?

