Sami water theft: પાટણમાં પીવાના પાણી માટે વલખા મારતા લોકોને રાહત, સમીમાં 200 ભૂતિયા કનેક્શન તોડી પડાયા
પાટણના સમી પંથકમાં લાંબા સમયથી પીવાના પાણી માટે લોકો હાલાકી વેઠી રહ્યા છે. ખેતરો અને ઘરો સુધી પહોંચતા પાણીના જથ્થામાં રહસ્યમય ઘટાડો થતા ગ્રામજનો ચિંતિત થયા હતા. આખરે તંત્રએ તપાસ કરતા ચોંકાવનારો ખુલાસો થયો કે પાણીના ગેરકાયદે જોડાણોનો મોટો ખેલ ચાલી રહ્યો હતો. હવે વહીવટી તંત્રએ પાણી ચોર શખ્સો સામે કડક હાથે કાર્યવાહી શરૂ કરી દીધી છે.
Advertisement
Sami water theft: પાટણ જિલ્લાના સમી પંથકમાં પીવાના પાણીની અછતને લઈને ગ્રામજનો લાંબા સમયથી પરેશાની વેઠી રહ્યા છે. નળ વાટે પૂરતું પાણી ન મળતું હોવાની અનેક રજૂઆતો પણ કરવામાં આવી હતી. આખરે પાણી પુરવઠા વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસમાં ગેરકાયદે રીતે પાણી ચોરી થતી હોવાનું સામે આવ્યું હતું. વિભાગે આ બાબતને ગંભીરતાથી લઈને તાત્કાલિક કડક કામગીરી શરૂ કરી હતી.

