Patan Shankheshwar Theft Case: શંખેશ્વરમાં તસ્કરોનો આતંક, બંધ મકાનનું તાળુ તોડી લાખોના દાગીનાનો હાથફેરો
રાજ્યમાં લૂંટ અને ચોરીની ઘટના સતત વધી રહી છે. ત્યારે પાટણ જિલ્લામાં દિવસે ચોરીનો બનાવ બન્યો છે. જિલ્લાના શંખેશ્વરમાં વિધવા મહિલાના ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું છે. તસ્કરોએ બંધ ઘરનું તાળુ તોડીને મહિલાની જીવનભરની જમાપૂંજીનો હાથફેરો કર્યો છે. આ ઘટનાથી વિધવા મહિલા પર જાણે દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે. સમગ્ર ઘટનામાં સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી છે.
Advertisement
Patan Shankheshwar Theft Case: પાટણ જિલ્લાના શંખેશ્વરમાં તસ્કરોએ દિનદહાડે ચોરીની ઘટનાને અંજામ આપીને પોલીસની કામગીરી સામે મોટા સવાલો ઉભા કર્યા છે. ઈસ્લામપુરા વિસ્તારમાં રહેતી એક વિધવા મહિલાના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું છે. પરિવાર ખેત મજૂરી કરવા ગયો હતો. તે સમયે બંધ મકાનનું તાળું તોડીને અંદર ઘૂસ્યા હતા. ઘરમાં રહેલા કિંમતી સામાન સાથે સોના-ચાંદીના દાગીનાની ચોરી કરીને તસ્કરો સ્થળ પરથી ફરાર થઈ ગયા છે. સમગ્ર વિસ્તારમાં આ ઘટનાને કારણે લોકોમાં ભારે રોષ અને ફફડાટની લાગણી જોવા મળી છે.

