Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

નંબર વગરની 'રામધણી' લખેલી મોંધી ગાડીઓ, GUJCTOC સહિત 14 ગુના, કોણ છે ભાવેશ રબારી? જાણો કાળો ઇતિહાસ!

Bhavesh Rabari Interest Mafia: પાટણમાં (Patan) પોલીસ પર હુમલાની ઘટના બાદ ભાવેશ રબારી અને તેની ગેંગ સામે પોલીસે કડક વલણ અપનાવ્યું છે. કરોડોના વ્યાજખોરીના રેકેટ અને ગુજસીટોકના (GujCTOC) આરોપીના રામધણી ફાર્મ હાઉસ (Ramdhani Farm House) પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. વગર નંબર પ્લેટની ગાડીઓ ફેરવતા આ શખ્સના રાજકીય આકાઓનો પર્દાફાશ કરવા પોલીસ કટિબદ્ધ છે.
નંબર વગરની  રામધણી  લખેલી મોંધી ગાડીઓ  gujctoc સહિત 14 ગુના  કોણ છે ભાવેશ રબારી  જાણો કાળો ઇતિહાસ
Advertisement

GujCITOC ના આરોપી ભાવેશ રબારીના સામ્રાજ્ય પર તંત્રનો હથોડો
આરોપી ભાવેશ રબારી 14 ગુનાનો ઇતિહાસ ધરાવે છે
ઝીલીયા ગામમાં પોલીસ છાવણીમાં ફેરવાયું
ગૌચરની જમીન પર બનેલું આલીશાન ફાર્મ હાઉસ તોડી પડાયું
ગેરકાયદે ફાર્મ હાઉસ પર JCB ફરી વળ્યા

GujCITOC: પાટણમાં પોલીસ પર હુમલો કરનાર ભાવેશ રબારી (Bhavesh Rabari) અને તેની ગેંગ સામે તંત્રે લાલ આંખ કરી છે. 'રામધણી ફાર્મ હાઉસ' (Ramdhani Farm House) પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. વ્યાજખોરી, ગુજસીટોક (GujCITOC) અને નંબર પ્લેટ વગરની ગાડીઓના કાળા કારોબાર સામે હવે પોલીસે 'ફુલ એક્શન મોડ' અપનાવી ગુનેગારોમાં ફફડાટ ફેલાવી દીધો છે.

Advertisement

આતંકના સામ્રાજ્ય પર બુલડોઝરની સ્ટ્રાઈક

પાટણમાં લાંબા સમયથી જેનું નામ આતંકનો પર્યાય બની ગયું હતું, તેવા ભાવેશ રબારીના ગઢ સમાન 'રામધણી ફાર્મ હાઉસ' (Ramdhani Farm House) પર વહીવટી તંત્રના બુલડોઝર ફરી વળ્યા છે. પોલીસ પર હુમલો કરવાની હિંમત કરનારા તત્વોને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે: "જો કાયદો હાથમાં લેશો, તો કાયદો તમને ક્યાંયના નહીં છોડે." વામૈયા (Vamaiya Gang) હોય કે મસ્તાની ગેંગ (Mastani Gang), હવે ખાખીની તાકાત સામે કોઈનું જોર ચાલવાનું નથી.

Advertisement

કોણ છે આ ભાવેશ રબારી? આટલો બેફામ કેવી રીતે બન્યો?

સવાલ એ ઉઠી રહ્યો છે કે એક સામાન્ય ગુનેગાર આટલો શક્તિશાળી કેવી રીતે બની ગયો? પાટણ (Patan) અને આસપાસના વિસ્તારોમાં ભાવેશ રબારીનું નામ વ્યાજખોરીના કાળા કારોબાર સાથે જોડાયેલું છે. કરોડો રૂપિયાનું ફંડિંગ અને વ્યાજનું વિષચક્ર ચલાવનારો આ શખ્સ પોલીસને પણ પડકાર ફેંકતો હતો. 'રામધણી' લખેલી નંબર પ્લેટ વગરની લક્ઝરી ગાડીઓ આખા રાજ્યમાં બિન્દાસ્ત ફરતી હતી, જે દર્શાવે છે કે તેને કાયદાનો કોઇ ડર નથી.

ગુજસીટોક (GujCITOC) છતાં ખુલ્લેઆમ પડકાર!

રાજ્યના સૌથી કડક કાયદા પૈકીના એક એવા GujCITOC હેઠળ જેની સામે ગુના નોંધાયેલા હોય, તે શખ્સ હજુ પણ પોલીસ પર હુમલો કરવાની હિંમત કરે તે તંત્ર માટે શરમજનક બાબત હતી. પરંતુ હવે મોડું તો મોડું, પણ પોલીસે વળતો પ્રહાર શરૂ કર્યો છે. ભાવેશ રબારી સામે અગાઉ પણ અનેક ગંભીર ગુનાઓ (Criminal Cases) નોંધાયેલા છે. તેની છબી એક માથાભારે શખ્સ તરીકેની રહી છે. વ્યાજખોરીના ધંધામાં લોકોની જમીનો અને મિલકતો પચાવી પાડવાના અનેક આક્ષેપો તેના પર લાગતા રહ્યા છે.

એટલું જ નહી, નાણાં ન મળે તો અપહરણ કે મારપીટ કરવી - આવા અનેક કિસ્સાઓમાં તેની સામે ફરિયાદો નોંધાયેલી છે. મુખ્ય આરોપી ભાવેશ દેસાઈ (Bhavesh Desai) સામે હત્યાનો પ્રયાસ, અપહરણ, આર્મ્સ એક્ટ અને ગુજસીટોક (GUJCTOC) જેવા ગંભીર 14 જેટલા ગુના નોંધાયેલા છે. તેની સામે અમદાવાદની વિવિધ કોર્ટો દ્વારા 4 જેટલા વોરંટ પણ પેન્ડિંગ છે. તપાસ એજન્સીઓ હવે મની લોન્ડરિંગ (Money Laundering) અને આ આખા નેટવર્કના મૂળ સુધી પહોંચવા મથી રહી છે.

આ પણ વાંચો: Zhiliya Kand: રામાધણી ફાર્મ હાઉસ પર બુલડોઝર ફર્યું! ભાવેશ રબારીનું સામ્રાજ્ય ધ્વસ્ત

વ્યાજખોરી અને બેનામી સંપત્તિનું નેટવર્ક

તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે ભાવેશ રબારી કરોડો રૂપિયા વ્યાજે (Interest/Usury) ફેરવી રહ્યો છે. આટલી મોટી રકમ તેની પાસે ક્યાંથી આવી? કોના પૈસા તે બજારમાં ફેરવી રહ્યો છે? તેની ગાડીઓ આખા રાજ્યમાં બિન્દાસ્ત ફરે છે, જેના પર નંબર પ્લેટ (Number Plate) હોતી નથી, માત્ર 'રામધણી' (Ramdhani) લખેલું હોય છે. આ ખુલ્લો પડકાર છે જે દર્શાવે છે કે તેને કાયદાનો જરાય ડર નથી.

ભાવેશ રબારી અત્યારે ક્યાં છે?

પાટણ એસ.પી. (SP) દ્વારા ખાસ ટીમો બનાવીને ભાવેશ રબારીની ગેંગના મુખ્ય સાગરીતોની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં ભાવેશ રબારી પોલીસ પકડથી દૂર હોવાનું મનાય છે, પરંતુ પોલીસે તેની ધરપકડ કરવા માટે રાજ્યભરમાં ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસનો સ્પષ્ટ સંદેશ છે કે "જેણે પોલીસને પડકાર આપ્યો છે, તેનો હિસાબ હવે કાયદાકીય રીતે થશે."

કાયદો સર્વોપરી છે, ગુંડો કાયદાથી ઉપર નથી

પાટણની જનતાને આતંકમુક્ત વાતાવરણ જોઈએ છે. પોલીસ પર હુમલો એ માત્ર ગણ્યા-ગાંઠ્યા જવાનો પર હુમલો નથી, પણ લોકશાહી અને કાયદાના શાસન પર હુમલો છે. હવે સમય આવી ગયો છે કે ખાખી પોતાની અસલી તાકાત બતાવે અને સાબિત કરે કે ગુજરાતમાં કોઈ પણ ગુંડો કાયદાથી ઉપર નથી.

આ પણ વાંચો: Patan: ઝીલિયાકાંડમાં ચાણસ્મા PI સહિત 8 પોલીસકર્મી, 5 GRD જવાન સસ્પેન્ડ, જાણો સમગ્ર મામલો

Tags :
Advertisement

.

×