Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ઢાઈ અક્ષર પ્રેમ કે-Love thy name is Love

દો લફ્ઝોં કી હૈ, દિલ કી કહાની યા હૈ મોહબ્બત, યા હૈ જવાની ફિલ્મ ‘ધ ગ્રેટ ગૅમ્બલર’, મ્યુઝિક રાહુલ દેવ બર્મન, ગીતકાર આનંદ બક્ષી અને સ્વર અમિતાભ બચ્ચન, આશા ભોસલે અને શરદકુમારનો. આ ગીત યાદ આવવાનું એક કારણ પણ છે....
ઢાઈ અક્ષર પ્રેમ કે love thy name is love
Advertisement

દો લફ્ઝોં કી હૈ, દિલ કી કહાની યા હૈ મોહબ્બત, યા હૈ જવાની

ફિલ્મ ‘ધ ગ્રેટ ગૅમ્બલર’, મ્યુઝિક રાહુલ દેવ બર્મન, ગીતકાર આનંદ બક્ષી અને સ્વર અમિતાભ બચ્ચન, આશા ભોસલે અને શરદકુમારનો. આ ગીત યાદ આવવાનું એક કારણ પણ છે. ફિલ્મમાં આ ગીત નહોતું, આ ગીત મ્યુઝિક-ડિરેક્ટર રાહુલ દેવ બર્મને ઍડ કરાવ્યું

Advertisement

ફિલ્મ ‘ધ ગ્રેટ ગૅમ્બલર’માં આ સૉન્ગ નહોતું, પણ આરડી બર્મને એ ફિલ્મમાં ઉમેરાવડાવ્યું. બર્મનદાએ જ્યારે આનંદ બક્ષીને એ ગીતની ફીલિંગ્સ સમજાવી ત્યારે બક્ષીસાહેબે બે મિનિટમાં આ મુખડું લખીને બમર્નદાને સંભળાવ્યું અને બર્મનદા બક્ષીસાહેબ પર ગુસ્સે થઈ ગયા કે બધું સમજાઈ ગયું હતું તો પણ તમે મને અટકાવ્યો કેમ નહીં, કેમ બોલવા દીધો?‘જ્યાં દવા કામ ન લાગે ત્યાં દુઆ કામ લાગે...’

Advertisement

આ વાક્ય આપણે અસંખ્ય વાર સાંભળ્યું છે. ફિલ્મોમાં પણ અને રિયલ લાઇફમાં પણ, પરંતુ પૉઇન્ટ એ નથી કે આપણે એ ક્યાં સાંભળ્યું છે. મુદ્દો એ છે કે આ વાત એકદમ સાચી છે. લાઇફમાં અનેક વખત એવો તબક્કો આવે છે જે સમયે દવા કરતાં દુઆ વધારે મહત્ત્વની બની જાય છે, પણ પ્રશ્ન એ છે કે બીમારીમુક્ત થવું હોય તો? એવાં કયાં અને કેવાં પરિબળ છે જે માણસને રોગમુક્ત, બીમારીમુક્ત એટલે કે ડિસીઝ-ફ્રી કરી દે? એવું તે શું કરીએ તો તમે શ્વાસની લડાઈમાં સાંગોપાંગ બહાર નીકળી જાઓ અને જીવનને એવી જ રીતે આગળ ધપાવો જે પ્રકારે પહેલાં ધબકતી હતી, જે પ્રકારે પહેલાં એ વિનાવિઘ્ન વહેતી હતી?

જે વાતે પ્રેમ અને સ્નેહને જન્મ આપ્યો હોય એને આજીવન અકબંધ રાખવી. જે વાતે પ્રેમ અને સ્નેહને જન્મ આપ્યો હોય એને આજીવન અકબંધ રાખવી

લગ્ન પછી ઍડ્જસ્ટ કોણ કરશે?લગ્ન પછી ઍડ્જસ્ટ કોણ કરશે?

ગહરે અંધેરોં મેં ભી, પલપલ ચમકતે હૈં જુગનૂ સે જો, અરમાન હૈ વો તેરે...ગહરે અંધેરોં મેં ભી, પલપલ ચમકતે હૈં જુગનૂ સે જો, અરમાન હૈ વો તેરે...

ઝરા રુકો તો સહી...ઝરા રુકો તો સહી...

જીવનમાં બે પરિબળો છે એવાં જે માણસને મરણપથારીએથી પણ ઊભો કરી દે અને એ બન્ને પરિબળો એવાં છે જેના વિશે આપણે ક્યારેય નિરાંતે વિચાર્યું નથી.લાગણી અને જિજીવિષા. હા, આ બે પરિબળો એવાં છે જે માણસને નવેસરથી બેઠા કરી દેવાની ક્ષમતા ધરાવે છે. અંગ્રેજીમાં કહે છેને કે ‘લવ ઍન્ડ ડિઝાયર આર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ટુ લિવ.’

જિજીવિષાની એક ખાસિયત કહું. એ માણસમાં ત્યારે જ જાગે જ્યારે તે શારીરિક પીડા અને તકલીફથી ઘેરાયેલો હોય. માણસને એના અંત સમયે સૌથી વધુ તીવ્રતાથી જો કોઈ અનુભવ થાય તો એ છે જિજીવિષા. જ્યારે જિંદગી જીવાતી જતી હોય, જ્યારે જિંદગી પસાર થઈ રહી હોય ત્યારે જિજીવિશા વિશે આપણે એટલું નથી વિચારતા જેટલું અંત સમયે વિચારીએ છીએ. એવું પણ કહી શકાય કે આ જિજીવિષાનો જન્મ જ અંત નજીક આવતાં થતો હશે અને એનું પણ કારણ હશે.

જ્યારે માણસને પોતાનો અંત નજીક દેખાય ત્યારે તેને જીવવાનાં કારણો મળતાં હોય છે. શા માટે જીવવું, કોને માટે જીવવું, કેવી રીતે જીવવું અને ક્યાં જીવવું જેવા સવાલના જવાબનું નામ એટલે જિજીવિષા. જીવવાની ઇચ્છા, જીવી જવાની ઇચ્છા અને જીવી લેવાની ઇચ્છા. ઇચ્છાઓ. આમ પણ માણસ છે તો ઇચ્છાઓનો જ સેવક. જો ઇચ્છાઓ પર કાબૂ કરતાં આવડી જાય તો તે પામર મનુષ્યમાંથી ભગવાનની તોલે આવવા માંડે, પણ એ અઘરું છે સાહેબ. ઇચ્છા આપણને સતત ઘેરી રાખે છે અને આપણે પણ એ ઇચ્છાઓથી સતત ઘેરાયેલા રહીએ છીએ. ઇચ્છાની શરૂઆત પહેલાં તો જવાબદારીના સ્વરૂપમાં આવે છે. એક સ્કૂટર હોય તો ઑફિસ સમયસર પહોંચી શકાય જેવી સાવ મામૂલી ઇચ્છાઓથી શરૂ થતી સફર છેક કાર સુધી પહોંચે અને કાર માટે અપેક્ષા પણ એવી જ હોય. જો કાર હોય તો બધા સાથે બહાર જઈએ ત્યારે મજા કરી શકીએ. કોઈએ હેરાન નહીં થવાનું અને કોઈએ હેરાનગતિ સહન નહીં કરવાની, પણ એ ઇચ્છા ધીમેકથી શોહરતમાં ફેરવાઈ જાય. ચાર પૈડાંની ગાડીમાંથી ચાર બંગડીવાળી ઑડીના વિચારો આવવા માંડે અને એ ચાર બંગડી કબજે કરવાની લાયમાં દોટ શરૂ થાય છે શોહરતની, પણ એ શોહરતની દોટ જ માણસમાં જિજીવિષા પ્રબળ બનાવતી હશે. આ જ કારણે તો આ જિજીવિષાને ઇચ્છાઓની રાણી તરીકે જોવામાં આવી છે.

જીવવાની ઇચ્છા, કશું પામી લેવાની ઇચ્છા, જીવનને ન છોડવાની ઇચ્છા અને આ તરસ જ માણસને રમતો રાખે છે. અહીં બે મિનિટ અટકી જાઓ. જરૂરી નથી કે આગળ સાંભળવું જ પડે. આ વિચારો તમારા મન સુધી પહોંચ્યા એ વિચારોને મમળાવવાની જરા જગ્યા આપો જાતને. જરા ચકાસો કે તમારી જિજીવિષાનું સ્ટ્રક્ચર કેવું છે, કેટલો મોટો છે તમારી જિજીવિષા નામની રાણીનો મહેલ?

શા માટે જીવવું છે? કોને માટે જીવવું છે? કેવી રીતે જીવવું છે? ક્યાં જીવવું છે? એનો જવાબ સ્પષ્ટ કરી લો મનમાં. કારણ કે એ જવાબ જ તમારી લાઇફનો રોડ-મૅપ ક્લિયર કરી આપશે. એક સૉન્ગના શબ્દો યાદ આવે છે મને...

‘દો લફ્ઝોં કી હૈ દિલ કી કહાની

યા હૈ મોહબ્બત, યા હૈ જવાની...’

ફિલ્મ ‘ધ ગ્રેટ ગૅમ્બલર’, મ્યુઝિક રાહુલ દેવ બર્મન, ગીતકાર આનંદ બક્ષી અને સ્વર અમિતાભ બચ્ચન, આશા ભોસલે અને શરદકુમારનો. જિજીવિષાની સાથે આ ગીત યાદ આવવાનું એક કારણ પણ છે. ફિલ્મમાં આ ગીત નહોતું, આ ગીત મ્યુઝિક-ડિરેક્ટર રાહુલ દેવ બર્મને ઍડ કરાવ્યું, જેને માટે ખાસ કારણ પણ છે. જુગાર રમવામાં સૌથી મોટું જોખમ લેનારા માણસના જીવનમાં કેવી રીતે એક ચેન્જ આવે છે અને એ ચેન્જ કઈ વાત લઈને આવે એ સ્ટોરીમાં ક્યાંય અન્ડરલાઇન સાથે થતું નહોતું અને એટલે જ આનંદ બક્ષીને કહીને રાહુલ દેવ બર્મને આ ગીત લખાવડાવ્યું. આનંદ બક્ષીને જે સૂચના આપવામાં આવી હતી એ સૂચના સાંભળવા જેવી છે.

એવું ગીત જે જીવનનું મૂલ્ય સમજાવે, જે જીવનની કિંમત સમજાવે અને એ સ્પષ્ટ કરે કે જીવવું જરૂરી છે અને એને માટે મનમાં સંતોષને લાવવો જરૂરી છે. મજાની વાત કહું તમને, આર. ડી. બર્મનની વાત પૂરી થઈ એટલે આનંદ બક્ષીએ પેન લઈને તરત જ પહેલી જે બે લાઇન લખી હતી એ બે લાઇન આ હતી...

‘દો લફ્ઝોં કી હૈ દિલ કી કહાની……યા હૈ મોહબ્બત, યા હૈ જવાની...’

બક્ષીસાહેબની આ બે લાઇન સાંભળીને આર. ડી. બર્મન તેના પર જબરદસ્ત ગુસ્સે થયા હતા. ખરેખર. બર્મનદાએ તરત જ બક્ષીસાહેબને કહ્યું કે હું ક્યારનો અહીં બેસીને લવારી કરું છું તો તમારે કહેવું જોઈએને કે હું વાત સમજી ગયો. મારી એટલી એનર્જી તો બચી ગઈ હોત. તમે સમજી જ ગયા હશો કે આ ગુસ્સો પ્રેમનો હતો અને આ રીતે પ્રેમથી ગુસ્સે થવાનું તો બધા જ મ્યુઝિક-ડિરેક્ટરને આનંદ બક્ષી સાથે બનતું જ. બક્ષી ઓછામાં ઓછું બોલતા અને વધુમાં વધુ સાંભળીને સમજતા. મને તો લાગે છે કે આ બક્ષી શબ્દોમાં જ તાકાત છે. જુઓને, આપણે ત્યાં પણ બક્ષીસાહેબ હતા જને, કઈ સ્તરનું તેઓ લખતા અને તેમણે લખેલા શબ્દો જીવન બદલવાની કેવી તાકાત ધરાવતા. આનંદ બક્ષીના શબ્દોમાં પણ એ જ તાકાત રહી છે, જે તમને માત્ર મુખડામાં જ નહીં, અંતરામાં પણ અનુભવાય છે,

‘ઇસ ઝિંદગી કે, દિન કિતને કમ હૈ

કિતની હૈ ખુશિયાં ઔર કિતને ગમ હૈ

લગ જા ગલે સે રુત હૈ સુહાની

યા હૈ મોહબ્બત, યા હૈ જવાની...’

કોઈની પાસે અમરત્વ નથી, કોઈને ખબર નથી કે જીવનનું પૂર્ણવિરામ ક્યાં છે અને એ પછી પણ દરેક દિવસને એક અલ્પવિરામ સાથે જ આપણે જીવીએ છીએ. એવા જ ભ્રમમાં રહીએ છીએ કે આપણી પાસે તો અમરત્વ છે. આજે નથી જીવવું, આવતી કાલે જીવીશ અને એ આવતી કાલ આવતી જ નથી. મોહબ્બત પણ એમ જ વીસરી જઈએ છીએ અને જીવવા માટેના જે દિવસો સાચા છે એ યુવાનીના દિવસો પણ પસાર કરી દઈએ છીએ. કહેવાનો અર્થ એવો નથી કે યુવાની જ જીવવા માટે છે. ના, જરાય નહીં, પણ આવી માન્યતાને કારણે જ યુવાની પસાર કર્યા પછી સતત એવી દલીલ અને તર્કબાજી રહ્યા કરે છે કે હવે શું જીવવાનું, હવે તો જવાબદારીઓ જ નિભાવવાની હોયને!

જવાબદારીઓ સાથે આગળ વધતી વખતે એક વાત બહુ સારી રીતે સમજાય છે કે જેને આનંદ બક્ષીએ સાવ જ સરળ શબ્દોમાં કહી દીધું છે...

‘દિલ કી બાતોં કા મતલબ ન પૂછો

કુછ ઔર હમસે બસ અબ ન પૂછો

જિસકે લિયે હૈ દુનિયા દીવાની

યા હૈ મોહબ્બત, યા હૈ જવાની

Advertisement

.

×