Studio On Wheels Bharat Panchal: 1200 વર્ષ જૂનો ઇતિહાસ અને ફેસ રીડિંગની અનોખી કળા, Bharat Panchal સાથે ખાસ સંવાદ
Studio On Wheels Bharat Panchal: Patan નો 1200 વર્ષનો ભવ્ય ઇતિહાસ, એક મિત્ર 'અણહિલ' ની યાદમાં પડેલું અણહિલપુર-પાટણ નામ, અને અહીંના પ્રવાસન (Tourism) થકી અર્થવ્યવસ્થાને મળતા બૂસ્ટ વિશે તેમણે રસપ્રદ ચર્ચા કરી છે. Bharat Panchal એ અનેક મૂર્તિઓ બનાવી છે અને ચહેરાને સમજવાની અનોખી કળા વિકસાવી છે. આત્મહત્યા કરવા માંગતા અને જિંદગીથી કંટાળેલા લોકોને કલાકો સુધી સમજાવીને નવું જીવન આપનાર આ ફેસ રીડરની વાતો તમને ચોક્કસ પ્રેરણા આપશે.
પાટણની ઐતિહાસિક ધરતી પર 1200 વર્ષનો ભવ્ય વારસો સચવાયેલો છે. 'સ્ટુડિયો ઓન વિલ્સ' (Studio on Wheels) ની ટીમે પાટણના બહુમુખી પ્રતિભા ધરાવતા વ્યક્તિત્વ ભરત પંચાલ (Bharat Panchal) સાથે ખાસ સંવાદ કર્યો હતો. તેઓ માત્ર એક કુશળ ઝવેરી (Jeweller) જ નથી, પરંતુ ફેસ રીડિંગ (Face Reading) ની અનોખી કળા અને આધ્યાત્મિક વારસો પણ ધરાવે છે.....જુઓ અહેવાલ.....


