Studio on Wheels પહોંચ્યું Gadhada: BAPS મંદિરના સંત પાસેથી મેળવો જીવનનું અમૃત ભાથું
Studio on Wheels પહોંચ્યું Gadhada: ભારતની પવિત્ર ધરા પર અનેક એવા સ્થાન છે જ્યાં પગ મૂકતા જ મનને અનોખી શાંતિ (Peace of Mind) અનુભવાય છે, પરંતુ ગઢડાની (Gadhada) વાત જ નિરાળી છે. ભગવાન સ્વામિનારાયણે જ્યાં પોતાના જીવનના અઢી દાયકા વિતાવ્યા અને જે ભૂમિને પોતાની 'કર્મભૂમિ' બનાવી, તે ગઢડા આજે પણ લાખો ભક્તો માટે આસ્થાનું કેન્દ્રબિંદુ છે. અહીં બિરાજમાન શ્વેત આરસપહાણનું BAPS સ્વામિનારાયણ મંદિર માત્ર એક સ્થાપત્ય નથી, પરંતુ ભગવાનના સંકલ્પો અને પ્રમુખસ્વામી મહારાજના અજોડ પુરુષાર્થનું મૂર્તિમાન સ્વરૂપ છે.
જ્યારે આ મંદિર પોતાના ગૌરવશાળી 75 વર્ષ (75th Anniversary) પૂર્ણ કરવા જઈ રહ્યું છે, ત્યારે 'અમૃત મહોત્સવ' પૂર્વેનો આ સંવાદ અત્યંત પ્રસ્તુત બની જાય છે. મંદિરના કોઠારી સ્વામી આધ્યાત્મસ્વરૂપ સ્વામીજી સાથેનો આ સંવાદ માત્ર મંદિરના ઇતિહાસ પૂરતો સીમિત નથી, પરંતુ તે આજના સમયમાં માનસિક તણાવ (Mental Stress) અને સોશિયલ મીડિયાના યુગમાં જીવતી નવી પેઢી (Gen-Z) માટે જીવન જીવવાની એક નવી દ્રષ્ટિ પૂરી પાડે છે. 'જીવમાંથી શિવ' (Jiv to Shiv) તરફ લઈ જતી આ સફર અને નિઃસ્વાર્થ સેવાનો સંદેશ દરેક સાધક માટે જીવનનું અમૃત ભાથું સાબિત થશે.


