Studio on Wheels: Bhuj Mangalam Hotelના MD Niraj Vazirani ની સાથે Dr. Vivek Kumar Bhatt નો ખાસ સંવાદ
Studio on Wheels: ગુજરાત ફર્સ્ટ (Gujarat first) ના ચેનલ હેડ ડો. વિવેક કુમાર ભટ્ટ (Dr. Vivek Kumar Bhatt) દ્વારા સંચાલિત 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) અભિયાન અંતર્ગત કચ્છ (Kutch) ના ભુજ (Bhuj)માં હોટલ ઉદ્યોગના અગ્રણી અને મંગલમ હોટલ (Mangalam Hotel) ના એમ.ડી. નીરજ વજીરાણી (MD Niraj Vazirani) સાથે એક વિશેષ સંવાદ યોજાયો હતો.
Advertisement
- કચ્છ (Kutch) ના હોટલ ઉદ્યોગના વિકાસની ગાથા 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) પર
- 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) માં ભુજ (Bhuj)ની મંગલમ હોટલના એમ.ડી નીરજભાઈ વજીરાણી (Niraj Vazirani) સાથે સંવાદ
- નીરજભાઈએ પોતાના સંઘર્ષથી લઈને સફળતા સુધીની સફર અને કચ્છની કાયાપલટ વિશે વિસ્તૃત ચર્ચા કરી
- કચ્છના ટુરિઝમ અને ખાસ કરીને Rann Utsav ને પોતાના વ્યવસાય માટે આશીર્વાદ સમાન ગણાવ્યો
Studio on Wheels: કહેવાય છે કે "કચ્છડો બારે માસ", પણ આ બારે માસની સુંદરતા પાછળ અનેક પરિવારોનો સંઘર્ષ અને દ્રઢ મનોબળ છુપાયેલું છે. ગુજરાત ફર્સ્ટ (Gujarat first) ના વિશેષ અભિયાન 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) અંતર્ગત ચેનલ હેડ ડો. વિવેક કુમાર ભટ્ટ (Dr. Vivek Kumar Bhatt) જ્યારે કચ્છ (Kutch) ના આંગણે પહોંચ્યા, ત્યારે તેમની મુલાકાત ભુજ (Bhuj) ની જાણીતી મંગલમ હોટલ (Mangalam Hotel) ના એમ.ડી. નીરજ વજીરાણી (MD Niraj Vazirani) સાથે થઈ. આ સંવાદ માત્ર એક બિઝનેસ ઇન્ટરવ્યુ નહોતો, પરંતુ કચ્છની અસ્મિતા અને વિકાસની એક જીવંત દસ્તાવેજ સમાન વાતચીત બની રહી.
Advertisement


