Gujarat News Today: ગાંધીનગર
આજે ગાંધીનગરના ગિફ્ટ સીટી ખાતે HCLTechના ગ્લોબલ ઈનોવેશન સેન્ટરના ઉદ્ધાટન કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી હાજર રહેશે. ગુજરાત જાહેર સેવા આયોગ-GPSC દ્વારા આજે ભરતીના મુદ્દાઓને લઈને પત્રકાર પરિષદ GPSC સચિવ સુધીર પટેલ પ્રેસ કરશે.
અમદાવાદ
ભગવાન જગન્નાથજી આજે નિજ મંદિરમાં બિરાજમાન થશે. અમદાવાદમાં 149મી રથયાત્રા બાદ અષાઢ સુદ ત્રીજના દિવસે ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજીને વર્ષો જૂની પરંપરા મુજબ ફરી નિજ મંદિરમાં પધરાવવામાં આવશે.
સુરત
ઓલપાડ તાલુકાના કેટલાક ગામોમાં અતિ ભારે વરસાદ અને ખાડી પૂરના પાણીના કારણે થયેલ નુકશાન અંગે અસરગ્રસ્તોને આર્થિક સહાયથી વંચિત રાખવામાં આવ્યા. સુરત જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી સહિત સંબંધીત વિભાગોને રૂબરૂ અને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. તેઓએ આક્ષેપ કર્યા છે કે અધિકારીઓએ કેટલાક અસરગ્રસ્તોને સહાયથી વંચિત રાખ્યા છે. જેથી તાત્કાલિક ધોરણે અસરગ્રસ્તો નો પુનઃ સર્વે કરવાની માગ કરવામાં આવી છે.
સુરતના તાપી જિલ્લામાં દૂધ ઉત્પાદક સંઘ સુમુલ ડેરીની નવ બેઠકો પર યોજાયેલી ચૂંટણીનું આજે પરિણામ જાહેર થવાનું છે. સુમુલ ડેરી ખાતે સવારે 11:00 કલાકે મત ગણતરી. બપોરે 12:00 થી 01:00 વાગ્યા ના સમય દરમિયાન પરિણામ જાહેર થાય તેવી શક્યતા. પરિણામ જાહેર થયા બાદ સુમુલ ડેરીની સત્તાનું સુકાન કોના હાથમાં તેનું ચિત્ર સ્પષ્ટ થશે. સુમુલ ડેરીની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પેનલ સાત બેઠકો પર બિનહરીફ થઈ ચૂકી છે. જ્યારે નવ બેઠકો પર થયેલી ચૂંટણીનું પરિણામ આજે સ્પષ્ટ થવાનું છે. નવ બેઠકો પર કુલ 21 જેટલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. જે પૈકી કયા ઉમેદવાર ને સુમુલ ડેરીની સત્તા સંભાળવાની તક મળે છે તેનું ચિત્ર સ્પષ્ટ થવાનું છે.
મોરબી
મોરબી જિલ્લામાં ચાલતા ખેડૂત આંદોલન હવે રાજકોટ જિલ્લામાં પ્રવેશ કર્યું છે. રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં કાલથી ત્રણ દિવસ પ્રતિક ધરણા એલાન કર્યું છે. ખેડૂતો દ્વારા ત્રણ દિવસ ધરણા કરવામાં આવશે.
રાજકોટ
રાજકોટના ભક્તિનગર રેલ્વે સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. આજે તેનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ચ્યુલી કરવામાં આવશે. આ તકે રાજ્ય સરકારના મંત્રી ત્રિકમભાઈ છાંગા ઉપસ્થિત રહેશે. બપોરે 2 વાગ્યે લોકાર્પણ કાર્યક્રમ યોજાશે.
પંચમહાલ
પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા રેલવે સ્ટેશનનો પણ આ યોજના હેઠળ પુનઃ વિકાસ કરી અમૃત સ્ટેશનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગોધરા અમૃત રેલવે સ્ટેશનનું ઈ લોકાર્પણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં સ્થાનિક લોકસભા સાંસદ,રાજ્યસભા સાંસદ, સ્થાનિક તમામ ધારાસભ્યો ઉપસ્થિત રહેશે.
નવસારી
નવસારી જિલ્લા ભાજપ દ્વારા "One Day One Assembly"વાંસદા વિધાનસભામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા ઉપસ્થિત રહી વિવિધ સંગઠનાત્મક બેઠકો, કાર્યકર્તાઓ સાથે સંવાદ તથા માર્ગદર્શન આપશે.
પોરબંદર
દેશના 75 પુનર્વિકસિત અમૃત રેલવે સ્ટેશનોનું આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વીડિયો કોન્ફરન્સિંગ મારફતે લોકાર્પણ કરશે.આ કાર્યક્રમનું પોરબંદર રેલવે સ્ટેશન ખાતે પણ જીવંત પ્રસારણ કરવામાં આવશે, જેમાં રેલવે અધિકારીઓ, મહાનુભાવો અને નાગરિકો ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ બપોરે 2 વાગ્યે શરૂ થશે અને પોરબંદર રેલવે સ્ટેશન પર તેની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.
સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર મનપા વિસ્તારમાં રહેતા તમામ લોકો પોતાની સમસ્યાઓ અંગે સીધી રજૂઆત કરી શકે તે માટે નવનિયુકત મેયર દ્વારા શહેરના 80 ફૂટ રોડ ખાતે જનસંપર્ક કાર્યાલયનું આજે લોકાર્પણ કરી ખુલ્લું મૂકવામાં આવશે. સાથે સાથે મનપા માં ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓ માટે સુરક્ષા શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : Rashifal 17 july 2026 : આ 4 રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશન મળવાની શક્યતા ! જાણો તમારુ રાશિફળ