![]()
પ્રથમ તબક્કાની સફળતા બાદ બીજો ફેઝ શરૂ
આ સમગ્ર પ્રોજેક્ટ (Project) અંતર્ગત માધવપુર ગામના 1 કિલોમીટરના વ્યાસમાં આવેલા તમામ પૌરાણિક સ્થળોને એક સુંદર કડીમાં જોડવામાં આવી રહ્યા છે. પ્રથમ તબક્કામાં ₹47.99 કરોડના ખર્ચે શ્રી રૂક્મિણી માતાજી મંદિર, લગ્નવેદીની સાક્ષી ‘ચોરી માયરા’, બ્રહ્મકુંડ અને મુખ્ય પ્રવેશદ્વારનું સફળ લોકાર્પણ કરાયા બાદ હવે ₹43.72 કરોડના ખર્ચે બીજા તબક્કાની કામગીરી પૂર્ણ ગતિ સાથે શરૂ થઈ ગઈ છે, જેને આગામી 2 વર્ષની સમયમર્યાદામાં પૂર્ણ કરવાનું લક્ષ્ય નક્કી કરાયું છે. બીજા તબક્કાનો સૌથી મહત્વપૂર્ણ ભાગ ભગવાન માધવરાયજી મંદિર (Madhavrayji Temple) નો જીર્ણોદ્ધાર કરવાનો છે, જેના માટે ₹20.25 કરોડનું વિશેષ બજેટ ફાળવવામાં આવ્યું છે.
![]()
બીચ ડેવલપમેન્ટ અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર
માધવરાયજી મંદિરની નજીક આવેલા સુંદર દરિયાકિનારાને એક આધુનિક પ્રવાસન હોટસ્પોટ (Tourism Hotspot) તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે. અહીં કુલ 200 Meter (મીટર) લાંબા વિસ્તારમાં બીચ ડેવલપમેન્ટ (Beach Development) કરવામાં આવશે, જેમાં પર્યટકો માટે આધુનિક ફૂડ કિઓસ્ક, હાઈટેક ટોયલેટ્સ અને સિટિંગ એરેન્જમેન્ટ ઊભી કરાશે.
આ ઉપરાંત પ્રખ્યાત માધવપુર મેળા (Madhavpur Mela) દરમિયાન ઉમટતી ભારે ભીડના સુગમ સંચાલન માટે ₹5.31 કરોડના ખર્ચે વિશાળ આઉટર પ્લાઝા (Outer Plaza) અને વ્યવસ્થિત પાર્કિંગ સ્પેસ (Parking Space) બનાવવામાં આવી રહી છે. કનેક્ટિવિટી વધારવા માટે સ્થાનિક કાચબા ઉછેર કેન્દ્રથી મંદિર સુધીના માર્ગને 9 Meter સુધી પહોળો કરવામાં આવી રહ્યો છે.
![]()
આધુનિક લુક અને હરિયાળીનું આયોજન
યુવા પેઢીને આકર્ષવા માટે આ ધાર્મિક પરિસરમાં ₹3.45 કરોડના ખર્ચે ભવ્ય લેન્ડસ્કેપ (Landscape), કલાત્મક મૂર્તિઓ (Sculptures), રંગબેરંગી ફાઉન્ટેન અને સેલ્ફી પોઇન્ટ્સ (Selfie Points) નું નિર્માણ થઈ રહ્યું છે. પરિસરની નયનરમ્યતા જાળવવા માટે ઇલેક્ટ્રિકલ અને પ્લંબિંગ લાઈનો અંડરગ્રાઉન્ડ (Underground) કરવામાં આવી રહી છે તેમજ હરિયાળી જાળવવા માટે આધુનિક ઇરિગેશન સિસ્ટમ (Irrigation System) નું નેટવર્ક બિછાવવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટ કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાને નવું બળ આપવાની સાથે સ્થાનિક સ્તરે રોજગાર અને આર્થિક સમૃદ્ધિના નવા દ્વાર ખોલશે.
આ પણ વાંચો: ગુજરાતનું રાષ્ટ્રીય સ્તરે સન્માન: કાલુપુર હવેલીના આચાર્ય રણછોડલાલજીને પ્રતિષ્ઠિત યુવા પુરસ્કાર