Delhi માં PM મોદીને મળ્યા મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, પોરબંદરમાં રૂ.27,500 કરોડના ખર્ચે મેગાશિપ યાર્ડને આપી મંજૂરી
મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની મુલાકાત લઈને પોરબંદરમાં રૂ.27,500 કરોડના મેગાશિપ બિલ્ડિંગ યાર્ડને મંજૂરી આપવા બદલ આભાર વ્યક્ત કર્યો. તેમણે પાઘડી અને સાલ અર્પણ કરીને સન્માન કર્યું તથા પોતાના વિભાગની કામગીરી અને પોરબંદર જિલ્લાના વિકાસ કાર્યો અંગે ચર્ચા કરીને માર્ગદર્શન મેળવ્યું.
Advertisement
Minister Arjunbhai Modhwadia meet PM Modi: રાજ્ય સરકારના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ આજે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સૌજન્ય મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે પોરબંદરમાં રૂ.27,500 કરોડના મૂડીરોકાણથી મેગાશિપ બિલ્ડિંગ યાર્ડને મંજૂરી આપવા બદલ વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો હતો. મુલાકાત દરમિયાન અર્જુનભાઈ મોઢવાડિયાએ વડાપ્રધાનને પરંપરાગત ગુજરાતી પાઘડી પહેરાવી અને સાલ અર્પણ કરીને તેમનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે બંને નેતાઓ વચ્ચે પોરબંદર જિલ્લાના વિકાસ અને રાજ્ય સરકારના વિવિધ પ્રકલ્પો અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી.

