Porbandar: માછીમારો માટે મોટા સમાચાર, હવે ઊંડા દરિયામાં જવા આ પાસ થયો ફરજિયાત!
પોરબંદરમાં ફિશરી સર્વે ઑફ ઇન્ડિયા, મુંબઈ બેઝ દ્વારા માછીમારો માટે અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. દરિયાકાંઠાથી ૧૨ નોટિકલ માઇલ દૂર 'એક્સક્લૂસિવ ઇકોનોમિક ઝોન' (EEZ) માં માછીમારી કરવા માટે હવે 'એક્સેસ પાસ' ફરજિયાત કરાયો છે. પાસ વિના ઊંડા દરિયામાં જનારા સામે કાયદાકીય કાર્યવાહી થશે. કાર્યક્રમમાં અરજી પ્રક્રિયા, જરૂરી દસ્તાવેજો અને સુરક્ષા સાધનોના ઉપયોગ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
Advertisement
Porbandar News: પોરબંદરમાં માછીમારો માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી સામે આવી રહી છે. હવેથી ઊંડા દરિયામાં (Deep sea) માછીમારી કરવા જતાં તમામ માછીમારો માટે 'એક્સેસ પાસ' (Access Pass) મેળવવો ફરજિયાત બનાવવામાં આવ્યો છે. આ નવા સરકારી નિયમો અંગે માછીમારોમાં વ્યાપક જાગૃતિ આવે તે હેતુથી પોરબંદર બોટ એસોસિએશન ખાતે એક વિશેષ અવેરનેસ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ફિશરી સર્વે ઑફ ઇન્ડિયા, મુંબઈ બેઝ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક માછીમારો અને બોટ એસોસિએશનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

