Porbandar Flood: મોતની વચ્ચે જિંદગીની જીત: પૂરના પાણીમાં ફસાયેલા યુવકનું દિલધડક રેસ્ક્યુ
Porbandar Flood: પોરબંદર (Porbandar) ના બળેજ-અમીપુર રોડ પર પાણીના ભારે પ્રવાહમાં જૂનાગઢથી માધવપુર જઈ રહેલો 22 વર્ષીય યુવક રાજશી રામ ફસાયો હતો. 112 કંટ્રોલ રૂમને જાણ થતાં પોરબંદર ફાયર ટીમ (Porbandar Fire Team) તાત્કાલિક બોટ સાથે ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને યુવકનું સફળ રેસ્ક્યુ (Successful Rescue) કરીને મોટી દુર્ઘટના ટાળી હતી.
Advertisement
Porbandar Flood: ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તાર એવા પોરબંદર (Porbandar) જિલ્લામાં ભારે વરસાદને પગલે નદી-નાળાઓ અને માર્ગો પર પાણી ફરી વળ્યા છે. આવી જ એક જોખમી સ્થિતિ પોરબંદરના બળેજ-અમીપુર રોડ (Balej-Amipur Road) પર સર્જાઈ હતી. જ્યાં રસ્તા પરથી પસાર થતા પાણીના અત્યંત તેજ વહેણમાં એક 22 વર્ષીય યુવક અચાનક ફસાઈ ગયો હતો. પાણીનો પ્રવાહ એટલો ઝડપી હતો કે યુવક માટે બહાર નીકળવું અશક્ય બની ગયું હતું અને તેનો જીવ જોખમમાં મુકાયો હતો.

