રાજસ્થાનના પાટનગરમાં જાહેર રસ્તા પર પત્નીનો હાઈ-વોલ્ટેજ ડ્રામા
જયપુરના અત્યંત વ્યસ્ત ગણાતા ટોંક રોડ પર સ્થિત ગાંધીનગર રેલ્વે સ્ટેશન નજીક આ ચોંકાવનારી ઘટના બની હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, એક વ્યક્તિ પોતાની કથિત પ્રેમિકાને બાઇક પર બેસાડીને ક્યાંક જઈ રહ્યો હતો. બરાબર તે જ સમયે તેની પત્નીએ આ બંનેને રસ્તા પર સાથે જોઈ લીધા હતા. પતિને અન્ય કોઈ અજાણી સ્ત્રી સાથે મોજમસ્તી કરતા જોઈને પત્નીનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો.
ગુસ્સામાં લાલચોળ પત્નીએ માર્યો માર
તેણે જરાય સમય બગાડ્યા વિના પોતાની બાઇક આગળ આડી રાખીને પતિનું વાહન અટકાવ્યું હતું. ગુસ્સાથી લાલચોળ થયેલી પત્નીએ રસ્તાની વચ્ચે જ પતિ પર હુમલો કરી દીધો હતો. આસપાસના વાહનચાલકો કંઈ સમજે તે પહેલાં તો રોડ પર હંગામો શરૂ થઈ ગયો હતો.
બજાજ નગર પોલીસ સ્ટેશનના અધિકારીનો મોટો ખુલાસો
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પત્નીએ ગુસ્સામાં પતિના વાળ પકડી લીધા હતા અને તેને એક પછી એક ધડાધડ અનેક થપ્પડ મારી દીધી હતી. પત્ની એટલાથી જ ન અટકી, તેણે બાઇક
પાછળ બેઠેલી પતિની પ્રેમિકાને પણ રસ્તાની વચ્ચે જ બરાબરની સબક શીખવાડ્યો હતો. આ હંગામા દરમિયાન તે જોરજોરથી બૂમો પાડીને પોતાના પતિને "ધોખેબાજ" કહી રહી હતી.
તમાશો જોવા લોકોની ભીડ જામી ગઈ
આ અણધાર્યા તમાશાને જોવા માટે રસ્તા પર સેંકડો લોકોની ભારે ભીડ જમા થઈ ગઈ હતી, જેના કારણે થોડા સમય માટે વાહનવ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો. આ સમગ્ર મામલે માહિતી આપતાં બજાજ નગર પોલીસ સ્ટેશનના અધિકારી રામધને જણાવ્યું હતું કે, પોલીસ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોના આધારે આસપાસના વિસ્તારની તપાસ કરી રહી છે, અને આ ઘટના અંદાજે બે દિવસ જૂની હોવાનું અનુમાન છે.
શંકાથી શરૂ થયેલો પીછો અને ગુપ્ત રીતે શૂટ કરાયેલા વિડીયો પાછળનું અસલી કારણ
આશ્ચર્યની વાત એ છે કે આટલી ભયાનક મારામારી અને હોબાળો થયો હોવા છતાં, બંને પક્ષોમાંથી કોઈએ પણ હજુ સુધી પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી નથી. પોલીસની પ્રાથમિક પૂછપરછ અને તપાસમાં બહાર આવ્યું છે કે, પતિ તેની પત્નીને લાંબા સમયથી માનસિક રીતે પરેશાન કરતો હતો. પત્નીને ઘણા સમયથી શંકા હતી કે તેના પતિનું બહાર કોઈ અન્ય મહિલા સાથે અફેર ચાલી રહ્યું છે.
પત્ની ઘણા સમયથી ગૃપ્ત પીછો કરી રહી હતી
પોતાની આ શંકાની સચ્ચાઈ જાણવા માટે તે છેલ્લા ઘણા દિવસોથી ગુપ્ત રીતે પતિનો પીછો કરી રહી હતી. આખરે બે દિવસ પહેલા તેની શંકા સાચી સાબિત થઈ અને તેણે પતિને તેની ગર્લફ્રેન્ડ સાથે પકડી પાડ્યો હતો. આ હંગામા વખતે રસ્તા પર ઉભેલા કોઈ અજાણ્યા વ્યક્તિએ ચોરીછૂપીથી આ આખો વિડીયો કેમેરામાં કેદ કરી લીધો હતો અને ત્યારબાદ તેને ઇન્ટરનેટ પર વાયરલ કરી દીધો હતો.
આ પણ વાંચો : Ketan Aggarwal Murder Case : લોહગઢ કિલ્લા હત્યાકાંડમાં મોટો ધમાકો, મંગેતર અને પ્રેમીના CCTV ફૂટેજ આવ્યા સામે