Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Jaipur road accident: જયપુરમાં કાળ બનીને ત્રાટકી ટ્રક, ફૂગ્ગા વેચતા ૩ બાળકોને કચડ્યા, 2 ઈજાગ્રસ્ત

રાજસ્થાનના જયપુરમાં ટ્રકચાલકની બેદરકારીએ ત્રણ બાળકોનો જીવ લઈ લીધો છે. ફૂગ્ગા વેચીને પેટ ભરતા ત્રણ બાળકોનું કરુણ મોત થયું છે. માહિતી મળી છે કે, આ ત્રણેય મૃતક બાળકો એક જ પરિવારના છે. એકસાથે 3 -3 બાળકોના અકાળે મોતથી પરિવાર માટે દુખનો પહાડ તૂટી પડ્યો છે. સમગ્ર વિસ્તારમાં પણ શોક વ્યાપ્યો છે.
jaipur road accident  જયપુરમાં કાળ બનીને ત્રાટકી ટ્રક  ફૂગ્ગા વેચતા ૩ બાળકોને કચડ્યા  2 ઈજાગ્રસ્ત
Advertisement

Jaipur road accident: રાજસ્થાનના જયપુરમાં હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. શ્યામ નગર પોલીસ સ્ટેશન વિસ્તારના 200 ફૂટ બાયપાસ પર એક બેકાબૂ અને પૂરપાટ ઝડપે આવતા ટ્રકે 3 માસૂમ બાળકોનો ભોગ લીધો છે. રોડના કાંઠે ફૂગ્ગા વેચીને ગુજરાન ચલાવતા 3 નિર્દોષ બાળકોને કચડી નાખતા મોત થયા છે. જ્યારે અન્ય 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાસ્થળે સર્જાયેલી અફરાતફરી અને લોહીયાળ દ્રશ્યોએ સ્થાનિકોને હચમચાવી મૂક્યા છે.

Tags :
Advertisement

.

×