Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Tyohar Asharfi Sweet : 1 કિલો મીઠાઈના ભાવમાં આવી જાય બાઈક! જયપુરમાં ₹1.23 લાખ પ્રતિ કિલો વેચાઈ રહી છે આ અનોખી 'અશર્ફી'

દિવાળી પર્વ નિમિત્તે જયપુરના એક આઉટલેટ દ્વારા સોનાના સિક્કા જેવા આકારની અનોખી મીઠાઈ રજૂ કરવામાં આવી છે. બદામ, સુવર્ણ ભસ્મ અને કેસરથી બનેલી આ વાનગીના 9 ગ્રામના એક નંગનો ભાવ 1,111 રૂપિયા અને કિલોનો ભાવ 1.23 લાખ રૂપિયા છે. સાથે જ કુદરતી ફ્લેવર્સ ધરાવતી નવ પ્રકારની વિશિષ્ટ કાજુ કતરી પણ લોન્ચ કરાઈ છે.
tyohar asharfi sweet   1 કિલો મીઠાઈના ભાવમાં આવી જાય બાઈક  જયપુરમાં ₹1 23 લાખ પ્રતિ કિલો વેચાઈ રહી છે આ અનોખી  અશર્ફી
Advertisement

Tyohar Asharfi Sweet : દિવાળીના પાવન તહેવાર પર બજારમાંથી કાજુ કતરી, લાડુ કે પ્રીમિયમ ડ્રાયફ્રૂટ્સના બોક્સ ખરીદવાની પરંપરા દાયકાઓથી ચાલી આવે છે. જોકે આ વખતે રાજસ્થાનના જયપુરમાં એક એવી વિશિષ્ટ વાનગી રજૂ કરવામાં આવી છે, જેનો ભાવ સાંભળીને કોઈપણ વ્યક્તિ સ્તબ્ધ થઈ જાય. સોનાના સિક્કા જેવા આબેહૂબ આકારમાં તૈયાર કરાયેલી આ મીઠાઈના માત્ર 9 ગ્રામ વજન ધરાવતા એક નંગની કિંમત 1,111 રૂપિયા નક્કી કરવામાં આવી છે. તે હિસાબે એક કિલોનો ભાવ આશરે 1.23 લાખ રૂપિયાથી વધુ થાય છે. રોયલ ગિફ્ટિંગ અને અમીરી ઠાઠમાઠને પસંદ કરતા લોકો માટે આ અનોખી વાનગી બજારમાં જોરદાર આકર્ષણનું કેન્દ્ર બની છે.

Tags :
Advertisement

.

×