'આપ' સુપ્રીમો અરવિંદ કેજરીવાલ 11 તારીખે આવશે રાજકોટ
આગામી 11 તારીખે 'આપ'ના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજકોટ ખાતે આવી રહ્યા છે ત્યારે સોમવારે 'આપ'ના ગુજરાતના પ્રભારી ગુલાબસિંહ યાદવ સહિતના નેતાઓએ જાહેરસભા સ્થળની મુલાકાત લઇને તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. પત્રકાર પરિષદમાં 'આપ'ના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પણ આરોપ લગાવ્યા હતા કે ભાજપે પોતાના ગુંડાને બચાવવા દિલ્હી પોલીસનો ઉપયોગ કર્યો હતો. અને આપના કોર્પોરà«
Advertisement
આગામી 11 તારીખે 'આપ'ના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજકોટ ખાતે આવી રહ્યા છે ત્યારે સોમવારે 'આપ'ના ગુજરાતના પ્રભારી ગુલાબસિંહ યાદવ સહિતના નેતાઓએ જાહેરસભા સ્થળની મુલાકાત લઇને તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું.
પત્રકાર પરિષદમાં 'આપ'ના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પણ આરોપ લગાવ્યા હતા કે ભાજપે પોતાના ગુંડાને બચાવવા દિલ્હી પોલીસનો ઉપયોગ કર્યો હતો. અને આપના કોર્પોરેટરોને લાઠી મારવામાં આવી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે સી.આર. પાટિલના સુરતમાં ભાજપના કાર્યકરો પોલીસ સાથે મળીને આપના કાર્યકરો ને મારી રહ્યા છે. ગુજરાતનું અપમાન કરનાર બિન ગુજરાતી સી.આર.પાટીલને ભાજપે પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા છે.
તેમણે કહ્યું કે ખોડલધામના ચેરમેન નરેશ પટેલે સારા પ્લેટફોર્મમાં જોડાવું જોઇએ. ગુલાબસિંહ યાદવે પણ કહ્યું કે મે અનેક વાર નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. તેમણે કહ્યું કે નરેશ પટેલ એક સેવાભાવી વ્યક્તિ છે, તેઓએ બદલાવ માટે લડાઈ લડવી જોઈએ.તેઓ જે કંઇ નિર્ણય કરશે તેનું અમે સ્વાગત કરીશું.
તેમણે વધુમાં કહ્યું કે કેજરીવાલ સાથે મુલાકાત માટે કોઈને બોલાવ્યા નથી, પરંતુ જે કોઈ મુલાકાત કરવા ઈચ્છે તેને મળશે.મળવા ઇચ્છતા લોકો અને વેપારી આગેવાનોમાં ડર હોવાને કારણે આમંત્રણ અપાયું નથી.
ઉલ્લેખનિય છે કે અરવિંદ કેજરીવાલ 11 તારીખે બપોરે રાજકોટ આવશે અને સામાજી અને રાજકીય આગેવાનો સાથે મુલાકાત બાદ સાંજે જાહેરસભાને સંબોધશે.


