Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot ગમખ્વાર અકસ્માતમાં 4 નિર્દોષોના મોત, વિજય રૂપાણીએ વ્યકત કરી સંવેદના

રાજકોટ શહેરમાં સિટીબસ દ્વારા કરવામાં આવેલા ગમખ્વાર અક્સ્માતમાં 4 નિર્દોષોનો ભોગ લેવાયો છે. આ ઘટના પર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, કોર્પોરેશન વિયારણા કરીને યોગ્ય પગલા ભરે તે જરૂરી છે.
rajkot ગમખ્વાર અકસ્માતમાં 4 નિર્દોષોના મોત  વિજય રૂપાણીએ વ્યકત કરી સંવેદના
Advertisement
  • સિટી બસની અડફેટે 4 લોકોના ઘટના સ્થળે મોત
  • યમદૂત બનેલી સિટી બસ પર લોકોનો પથ્થરમારો
  • ગમખ્વાર અકસ્માત પર વિજય રૂપાણીની પ્રતિક્રિયા
  • કોર્પોરેશન યોગ્ય વિચારણા કરીને પગલા ભરે-રૂપાણી

Rajkot: ઈન્દિરા સર્કલ પાસે સિટી બસચાલકે યમદૂત બનીને 4 નિર્દોષોનો ભોગ લીધો છે. અકસ્માતની ઘટના બાદ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. લોકોએ સિટીબસ પર પથ્થરમારો પણ કર્યો હતો. પોલીસ દ્વારા લોકોને કાબૂમાં લેવાનો પ્રયાસ કરાયો હતો. પોલીસે લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો. આ ગમખ્વાર અકસ્માત પર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે મૃતકો પ્રત્યે સંવેદના વ્યકત કરી અને કોર્પોરેશન વિચારણા કરીને યોગ્ય પગલા ભરે તેવું નિવેદન આપ્યું છે.

Advertisement

પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીએ સંવેદના વ્યક્ત કરી

રાજકોટમાં થયેલા આ ગમખ્વાર અકસ્માતને લીધે આખા ગુજરાતમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ સમગ્ર ઘટના પર પ્રતિક્રિયા આપી છે. તેમણે મૃતકો પ્રત્યે સંવેદના વ્યકત કરી છે. વિજ્ય રૂપાણીએ જણાવ્યું કે, હું મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરૂં છું. પ્રથમ દ્રષ્ટિએ ડ્રાયવરની ગંભીર બેદરકારી છે. કોર્પોરેશને ગંભીરતાથી વિચારવાની જરૂર છે. ડ્રાઈવર્સનું ક્વોલિફિકેશન કોર્પોરેશન ચકાસે તે જરૂરી છે. કોર્પોરેશને વિચારણા કરીને આ સમગ્ર ઘટના મુદ્દે પગલાં ભરે તે જરૂરી છે.

Advertisement

આ પણ વાંચોઃ  VADODARA : અલકાપુરીમાં બિલ્ડીંગની બાલ્કનીનો ભાગ ધરાશાયી, રીક્ષાને નુકશાન

કુલ 4 નિર્દોષોનો ભોગ લેવાયો

રાજકોટના ઈન્દિરા સર્કલ પાસે સિટી બસે કુલ 5 લોકોને હડફેટે લીધા હતા. જેમાંથી કુલ 4 નિર્દોષોનું ઘટનાસ્થળે મૃત્યુ થયું છે. 2 મહિલા અને 1 પુરૂષના મૃતદેહને હોસ્પિટલ પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે. મૃતકના પરિજનોને ન્યાય આપવાની લોકોએ ઉગ્ર માગ કરી છે. મૃતક સંગીતાબેન બેલ બહાદુર (40) નેપાળી છે અને ઈન્દીરા સર્કલ પાસે બ્યુટી પાર્લરમાં નોકરી કરે છે.  રાજુભાઈ મનુભાઇ ગીડા (35) સત્યમ પાર્ક, શેરી નંબર - 1, 80 ફૂટ રોડ, રાજકોટ મહાનગરપાલિકાના ઓડિટ વિભાગમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હતા. મિરાજ (5) ભાણીને લઈને બાઈક પર જતા અકસ્માતમાં મૃત્યુ નિપજ્યું છે.

આ પણ વાંચોઃ  Rajkot : સિટી બસની રફ્તારથી કાળો કહેર, ઈન્દિરા સર્કલ પાસે અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે મોત

Tags :
Advertisement

.

×