Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Rajkot : નરાધમે હેવાનિયતની હદ વટાવી ! બાળકી સાથે અડપલા કરનાર 82 વર્ષના વૃદ્ધની ધરપકડ

Rajkot : રાજકોટમાં સભ્ય સમાજને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. રાજકોટમાં બાળકી સાથે અડપલા કરતો વૃદ્ધ ઝડપાયો છે. વિકૃત વૃદ્ધે સગીરા સાથે જાહેરમાં અડપલા કર્યા હતા. સોશિયલ મીડિયામાં વિકૃત વૃદ્ધનો વીડિયો વાયરલ થતા સમગ્ર ઘટના સામે ઈવી હતી.
rajkot   નરાધમે હેવાનિયતની હદ વટાવી   બાળકી સાથે અડપલા કરનાર 82 વર્ષના વૃદ્ધની ધરપકડ
Advertisement
  • Rajkot : બાળકી સાથે અડપલા કરતો વૃદ્ધ ઝડપાયો
  • વિકૃત વૃદ્ધે બાળકી સાથે જાહેરમાં કર્યા હતા અડપલા
  • સોશિયલ મીડિયામાં વિકૃત વૃદ્ધનો વીડિયો થયો હતો વાયરલ
  • માલવીયાનગર પોલીસે 82 વર્ષના વૃદ્ધની કરી ધરપકડ

Rajkot : ગુજરાતમાં મહિલા અને બાળકીઓની સુરક્ષાને લઈને મોટી મોટી વાત તો કરવામાં આવે છે. પરંતુ છતા પણ અવારનવાર ક્રાઈમની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે રાજકોટમાં સભ્ય સમાજને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. રાજકોટમાં બાળકી સાથે અડપલા કરતો વૃદ્ધ ઝડપાયો છે. વિકૃત વૃદ્ધે સગીરા સાથે જાહેરમાં અડપલા કર્યા હતા. સોશિયલ મીડિયામાં વિકૃત વૃદ્ધનો વીડિયો વાયરલ થતા સમગ્ર ઘટના સામે ઈવી હતી.

Advertisement

Advertisement

પોલીસે નરાધમની કરી ધરપકડ(Rajkot)

ઉલ્લેખનીય છે કે રાજકોટના (Rajkot)માલવીયાનગર પોલીસે 82 વર્ષના વૃદ્ધની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. બાળકી સાથે વૃદ્ધે અડપલા કરી હેવાનિયત આચરી હતી. જો કે જાગૃત નાગરિક દ્વારા વીડિયો વાયરલ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્તથતી માહિતી અનુસાર બાળકી રમી રહી હતી તે સમયે નરાધમ વૃદ્ધે બાળકી સાથે અડપલા કર્યો હતા. વિકૃત સગીરા સાથે જાહેરમાં અડપલા કરતા હોવાની ઘટના સામે આવતા બાળકીના માતા-પિતાએ તાત્કાલિક ધોરણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઘટનાની ગંભીરતા પારખી તાત્કાલિક ધોરણે વૃદ્ધની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી. જો કે આ વીડિયોની ગુુજરાત ફર્સ્ટ પુષ્ટી કરતું નથી.

છેલ્લા 10 દિવસમાં 3 ઘટના બની !

જો કે રાજકોટમાં આ કોઈ પહેલી ઘટના નથી. આ અગાઉ પણ આટકોટ વિસ્તારમાં 7 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસની ઘટનામાં સામે આવી હતી. છેલ્લા 10 દિવસની વાત કરીએ તો સરકારી ચોપડે ફરીયાદ નોંધાઈ હોય તેવી ગુજરાતમાંથી જ 4 ઘટના સામે આવી છે. જેમાં ગુજરાતના પાટનગર ગાંધીનગરમાંથી 1 અને રાજકોટમાંથી 3 ઘટના સામે આવી છે. જો કે પોલીસે પણ ઘટનાની ગંભીરતા પારખી તાત્કાલિક ધોરણે જમીન-આકાશ એક કરી આરોપીઓની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. જેમાંથી ગાંધીનગર દુષ્કર્મના આરોપી અને રાજકોટ આટકોટ દુષ્કર્મના પ્રયાસના આરોપીનું પંચનામા વખતે ભાગી જતા એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. તે સમયે બંન્ને આરોપી ઈજાગ્રસ્ત થયા હતા.

આ પણ વાંચોઃ Vadodara: પાદરામાં પિતાની હત્યાનો ચોંકાવનારો ખુલાસો, સગી દીકરીએ જ પ્રેમી સાથે મળી પિતાને પતાવી દીધા!

Tags :
Advertisement

.

×