ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ખેડૂતનો સ્માર્ટ આઈડિયા, ખેતરમાં કર્યું કમલમ ફ્રુટનું વાવેતર અને અચાનક બદલી કિસ્મત

કહેવત છે કે, 'મન હોય તો માળવે જવાય' જેને ધોરાજીના એક પ્રગતિશિલ ખેડૂત (Farmer) એ સાચી પાડી છે. અનેક ખેડૂતો ખેતીમાં સારી આવક ન થતા, ખેતી (Farming) છોડી નોકરીની શોધ કરતા હોય છે, પરંતુ ધોરાજીના આ ખેડૂતે માત્ર અઢી વીઘા જમીનમાં અલગ જ પ્રકારની ખેતી કરી એક નોકરીયાત કરતા પણ સારી કમાણી કરી છે. રાજકોટ જિલ્લાના ધોરાજીના પ્રગતિશિલ ખેડૂતે તેમના અઢી વીઘા જમીનમાં ડ્રેગન ફ્રુટ (Dragon Fruit)નું વાવેતર કર્યું છે અને ખેડ
10:47 AM Sep 22, 2022 IST | Vipul Pandya
કહેવત છે કે, 'મન હોય તો માળવે જવાય' જેને ધોરાજીના એક પ્રગતિશિલ ખેડૂત (Farmer) એ સાચી પાડી છે. અનેક ખેડૂતો ખેતીમાં સારી આવક ન થતા, ખેતી (Farming) છોડી નોકરીની શોધ કરતા હોય છે, પરંતુ ધોરાજીના આ ખેડૂતે માત્ર અઢી વીઘા જમીનમાં અલગ જ પ્રકારની ખેતી કરી એક નોકરીયાત કરતા પણ સારી કમાણી કરી છે. રાજકોટ જિલ્લાના ધોરાજીના પ્રગતિશિલ ખેડૂતે તેમના અઢી વીઘા જમીનમાં ડ્રેગન ફ્રુટ (Dragon Fruit)નું વાવેતર કર્યું છે અને ખેડ
કહેવત છે કે, 'મન હોય તો માળવે જવાય' જેને ધોરાજીના એક પ્રગતિશિલ ખેડૂત (Farmer) એ સાચી પાડી છે. અનેક ખેડૂતો ખેતીમાં સારી આવક ન થતા, ખેતી (Farming) છોડી નોકરીની શોધ કરતા હોય છે, પરંતુ ધોરાજીના આ ખેડૂતે માત્ર અઢી વીઘા જમીનમાં અલગ જ પ્રકારની ખેતી કરી એક નોકરીયાત કરતા પણ સારી કમાણી કરી છે. રાજકોટ જિલ્લાના ધોરાજીના પ્રગતિશિલ ખેડૂતે તેમના અઢી વીઘા જમીનમાં ડ્રેગન ફ્રુટ (Dragon Fruit)નું વાવેતર કર્યું છે અને ખેડૂતોને નવી રાહ ચીંધી છે.
ધોરાજી પંથકના ખેડૂતો છેલ્લા દોઢ વર્ષથી કપાસ મગફળી અને રવિ પાક નિષ્ફળ જતા ચિંતિત બન્યા હતા, પરંતુ ધોરાજીના એક આધેડ વયના ખેડૂતે એમના અઢી વીઘા જમીનમાં એમની કોઠા સૂઝ અને સમજણથી ડ્રેગન ફ્રુટની ખેતી કરી છે. આ ડ્રેગન ફ્રુટ વેચી તેમણે પુષ્કળ કમાણી કરી છે. ડ્રેગન ફ્રુટની ખેતી સંપૂર્ણ પણે ઓર્ગેનિક પદ્ધતિથી કરી છે અને કોઈ પણ જાતના રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યો નથી અને આ ખેતીમાં ભારે વરસાદથી અને માવઠાથી પણ ખૂબ જ ઓછું નુકસાન થાય છે. સૌરાષ્ટ્રના ખેડૂતો દિવસેને દિવસે પ્રગતિ કરી રહ્યાં છે, તેનુ કારણ સ્માર્ટ આઈડિયા છે. ઓછી મહેનતે વધુ નફો કેવી રીતે રળી શકાય તેના પર તેઓ ફોકસ કરે છે. આ નિયમને ખેતીમાં લાગુ કરીને હવે સફળ બની રહ્યાં છે. ત્યારે ધોરાજીના એક ખેડૂત ડ્રેગન ફ્રુટ નું વાવેતર કરીને વધુ નફો કમાઈ રહ્યાં છે. 
ધોરાજીના ખેડૂત ભગવાનજીભાઈ ચવાડિયા અગાઉ પરંપરાગત ખેતી કરી રહ્યા હતા અને દર વર્ષે કંઇક ને કંઈક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા. આખરે થાકેલા ભગવાનજીભાઈએ ખેતીમાં કઈક નવું કરવા અને વધુ આવક મેળવવા માટે રિસર્ચ શરૂ કર્યું. તે દરમિયાન તેઓ ખેતી વિષયક સતત નવું નવું જાણી રહ્યા હતા. ત્યારે તેઓને ડ્રેગન ફ્રુટ અંગે માહિતી મળી. તે પછી તેમણે પોતાના ખેતરમાં ડ્રેગન ફ્રુટ વાવવાનો નિણર્ય કર્યો. પરંતુ આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તેમની મદદે આવ્યું. ડ્રેગન ફ્રુટ કેવી રીતે વાવવું તે તેમને ખબર ન હતી, પરંતુ યુટ્યુબ તેમની મદદે આવ્યું. યુટ્યુબના વિડીયો જોઈને તેઓ ડ્રેગન ફ્રુટની ખેતી કરવાનુ શીખ્યાં અને અઢી વીઘામાં તેઓએ ડ્રેગન ફ્રુટ (Dragon Fruit)નું વાવેતર કર્યું,આ માટે તેઓએ કોલકાત્તાથી ડ્રેગન ફ્રુટનું બીજ મંગાવ્યું અને ખેતી શરૂ કરી. જેમાં તેઓએ અઢી વીઘામાં દોઢ લાખનો ખર્ચ કર્યો અને વાવેતર કર્યું અને માત્ર એક વર્ષમાં જ તેઓએ પોતાના વાવેતરનો ખર્ચ કાઢી લીધો હતો અને નફો કમાવવાનું શરૂ કર્યું હતું. 
તેમણે ડ્રેગન ફ્રુટની ખેતી કરવા પાછળનું કારણ સાથે મહત્વ જણાવ્યું હતું. ભગવાનજીભાઈના જણાવ્યા મુજબ, ડ્રેગન ફ્રુટનું એક વખત વાવેતર કર્યા બાદ તે આપોઆપ ઉગે છે. ડ્રેગન ફ્રુટના છોડના ઉછેરને માત્ર એક વર્ષ જ લાગે છે અને ત્યારબાદ જેવું ડ્રેગન ફ્રુટનું ઉત્પાદન શરૂ થાય છે. ફ્રુટ આવતા જાય પછી ખાસ કોઈ માવજત કરવી પડતી નથી. સાથે સાથે ઓછા પાણીએ પણ ઊગી નીકળે છે. બીજી બાબત એ પણ કે આ છોડમાં કુદરતી આફત સામે ટકવાની એક ગજબ શક્તિ છે. જેને લઈને વાવાઝોડા કે અન્ય આફત સામે ખૂબ જ ઓછું નુકસાન થાય છે. 
આમ છતાં તે સતત 20 વર્ષ સુધી સામાન્ય માવજતમાં ઉત્પાદન આપતું રહે છે. અઢી વીઘા જમીનમાં 1 હજાર કિલોથી પણ વધારે ડ્રેગન ફ્રુટની આવક થાય છે. તેને જોતા હાલ 25 વીઘા જેટલી જમીનમાં વધુ ડ્રેગન ફ્રુટની ખેતી ચાલુ કર્યો છે તેમજ હાલ માર્કેટમાં તેની માંગ સારી છે. એક કિલોના 150 થી 200 રૂપિયા સુધી ભાવ મળે છે. જે જોતા ડ્રેગન ફ્રુટ એ એક વખતના વાવેતર બાદ નફાનો ધંધો છે, જેથી દરેક ખેડૂતે થોડું ઘણું વાવેતર કરવું જોઈએ. 
ડ્રેગન ફ્રુટની માંગ હાલ ખૂબ જ વધારે છે. ડ્રેગન ફ્રુટ દવા અને લોહીનું શરીરમાં પ્રમાણ વધારવા માટે ખૂબ જ ઉપયોગી છે. જેથી તેની લોકોમાં માંગ વધુ છે. અનેક ખેતરોમાં તો તે બારોબાર વેચાઈ જાય છે. ભગવાનજીભાઈએ કરેલ ડ્રેગન ફ્રુટનું વાવેતર જોઈને અન્ય ખેડૂતો પણ પ્રોત્સાહિત થઈ રહ્યા છે અને ડ્રેગન ફ્રુટના વાવેતર તરફ વળ્યાં છે. જે વધુ નફો અને એ પણ વર્ષો વરસ સુધી ઉપજ આપે.
આ પણ વાંચો - 2023-2024 માટે અનાજ ભેગું કરી રાખજો નહીં તો...
Tags :
DhorajiDragonFruitfarmerfarmingGujaratFirstKamalamSmartIdea
Next Article