Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : 'હું થોરાળાનો ડોન, બહાર નીકળીશ તો છરીનાં ઘા ઝીંકી દઈશ', પોલીસ ચોકીમાં શખ્સની ધમકી!

એક લુખ્ખા તત્વે પોલીસ ચોકીમાં ઘૂસીને ધમાલ મચાવી હતી અને મહિલા પોલીસકર્મીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
rajkot    હું થોરાળાનો ડોન  બહાર નીકળીશ તો છરીનાં ઘા ઝીંકી દઈશ   પોલીસ ચોકીમાં શખ્સની ધમકી
Advertisement
  1. Rajkot માં લુખ્ખા તત્વોનો આતંકની વધુ એક ઘટના
  2. લુખ્ખા તત્વોનાં આતંકથી મહિલા પોલીસ પણ સુરક્ષિત નહીં!
  3. પોલીસ ચોકીમાં આવી મહિલા પોલીસને આપી ધમકી
  4. એક લુખ્ખા તત્વે પોલીસ ચોકીમાં ઘૂસી કરી ધમાલ

રંગીલા રાજકોટમાં (Rajkot) લુખ્ખા તત્વોનો આતંક દિવસે ને દિવસે એટલો વધી ગયો છે કે હવે પોલીસ પણ સુરક્ષિત ન હોય તેવી ઘટના ગુંદાવાડી પોલીસ ચોકીમાં (Gundawadi Police Post) બની છે. એક લુખ્ખા તત્વે પોલીસ ચોકીમાં ઘૂસીને ધમાલ મચાવી હતી અને મહિલા પોલીસકર્મીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સાથે જ PCR ઇન્ચાર્જને પણ અપશબ્દો બોલ્યો હોવાનો આરોપ છે. જો કે, પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Junagadh : મનપા ચૂંટણી માટે BJP એ જાહેર કર્યા ઉમેદવાર, ગિરીશ કોટેચાનાં પુત્રને મળી ટિકિટ, જુઓ યાદી

Advertisement

એક લુખ્ખા તત્વે પોલીસ ચોકીમાં ઘૂસી કરી ધમાલ

રાજકોટ શહેર પોલીસની (Rajkot Police) ધાક ઓસરી હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. રાજકોટમાં મહિલા પોલીસ પણ સેફ નહિં હોય એવી ઘટના બનતા કાયદા વ્યવસ્થા સામે સવાલ ઊભા થયા છે. આરોપ છે કે શહેરનાં ગુંદાવાડી પોલીસ ચોકીમાં ગૌરવ ખીમસુરિયા નામનો શખ્સ અચાનક ઘૂસી આવ્યો હતો અને ધમાલ મચાવી આખી પોલીસ ચોકી માથે લીધી હતી. દરમિયાન, મહિલા હેડ કોન્સ્ટેબલ તોરલ જોશીએ તેને અટકાવતા ગૌરવે ધમકી આપતા કહ્યું કે, હું થોરાળાનો ડોન... બહાર નીકળીશ તો છરીનાં ઘા ઝીંકી દઈશ".

Advertisement

આ પણ વાંચો - RajKot : PMJAY માંથી વધુ 15 હોસ્પિટલ સસ્પેન્ડ, તપાસમાં મોટો ખુલાસો થતાં કાર્યવાહી!

PCR ઇન્ચાર્જને કાંઠલો પકડી ગાળો ભાંડી હોવાનો પણ આરોપ

હેડ કોન્સ્ટેબલે કંટ્રોલમાં ફોન કરતા પોલીસ દોડી આવી હતી. દરમિયાન, ગૌરવ ખીમસુરિયાએ PCR ઇન્ચાર્જને કાંઠલો પકડી ગાળો ભાંડી હોવાનો પણ આરોપ છે. સમગ્ર મામલે મહિલા હેડ કોન્સ્ટેબલએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં (A Division Police Station) ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી કરી આરોપી ગૌરવ ખીમસુરિયાની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે આ ઘટના બાદ નાગરિકોમાં સવાલો થઈ રહ્યા છે કે જો શહેરમાં પોલીસ જ સુરક્ષિત નથી તો પછી સામાન્ય નાગરિકનું શું થશે ? શહેરમાં કાયદો વ્યવસ્થા ખૂબ જ કથળી હોવાનું પણ લોકોએ જણાવ્યું છે.

આ પણ વાંચો - Banaskantha : વિદેશીઓને લોન અપાવવાનું કહી ખોટા ચાર્જનાં નામે રૂપિયા પડાવતું કોલ સેન્ટર ઝડપાયું

Tags :
Advertisement

.

×