ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Amreli લેટર કાંડમાં વિવાદ વકર્યો, SP સાહેબ સરકાર માટે કામ કરતા હતા અને મહિલાને માર્યું તે ગુનો: આનંદ યાજ્ઞિક

અમરેલી લેટર કાંડમાં પાયલબેનને પોલીસ કસ્ટડિમાં માર મારવામાં આવ્યાનો આરોપ
04:11 PM Jan 13, 2025 IST | SANJAY
અમરેલી લેટર કાંડમાં પાયલબેનને પોલીસ કસ્ટડિમાં માર મારવામાં આવ્યાનો આરોપ
Amreli letter scandal @ Gujarat First

Amreli લેટર કાંડમાં પાયલબેનને પોલીસ કસ્ટડિમાં માર મારવામાં આવ્યાનો આરોપ પોલીસ પર લગાવવામાં આવ્યો છે. જેમાં અમરેલી વિવાદને લઈ રાજ્ય પોલીસ વડાને રજૂઆત કરાશે. તેમાં પાયલબેન ગોટી અને વકીલ આનંદ યાજ્ઞિક રાજ્ય પોલીસ વડાને રજૂઆત કરશે. જેમાં કોંગ્રેસ નેતા જેનીબેન ઠુમર, મનહર પટેલ પોલીસ ભવન પહોંચ્યા છે. તેમાં અમરેલી વિવાદમાં પોલીસ કર્મીઓ વિરૂદ્ધ રજૂઆત કરશે.

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયને રજૂઆત કરશે

અમરેલીની પીડિતા પાયલ ગોટીને ન્યાય અપાવવાના મામલે કોંગ્રેસ નેતા જેનીબેન ઠુમ્મર પોલીસ વડાની મુલાકાત કરવા પહોંચ્યા છે. જેમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયને રજૂઆત કરશે. પાયલ ગોટી પણ જેનીબેન ઠુમ્મરની સાથે ઉપસ્થિત છે સાથે હાઇકોર્ટના સિનિયર વકીલ આનંદ યાજ્ઞિક પણ છે. પાયલ ગોટી પોલીસ કર્મીઓ વિરુદ્ધ રજૂઆત કરાશે. જેમા રાજ્ય સરકાર દ્વારા SIT બનાવીને તપાસ કરવાની માગણી કરાશે. તેમજ અમરેલી પોલીસે ત્રણ પોલીસ કર્મીઓ વિરુદ્ધ પગલા લીધા છે. ત્યારે હાઇકોર્ટના સિનિયર વકીલ આનંદ યાજ્ઞિકે જણાવ્યું છે અમે સ્વતંત્ર તપાસની માગ કરી છે. SP સંજ્ય કોરાટે દીકરીનું સરઘસ કાઢ્યું છે. અમરેલી પોલીસે કોર્ટને ગેરમાર્ગે દોરી તે ગુનો છે. SP સાહેબ સરકાર માટે કામ કરતા હતા અને મહિલાને માર્યું તે ગુનો છે.

પાયલબેનને પોલીસ કસ્ટડિમાં માર મારવામાં આવ્યો હતો:

પટ્ટા વડે બેરહેમીથી મારવામાં આવી છે. જેમાં પાયલબેનને પોલીસ કસ્ટડિમાં માર મારવામાં આવ્યો હતો. કૌશિકભાઈ વેકરીયા સહિત લોકો ત્યાં સાથે હતા. જેમાં સરઘસમાં તેમની સાથે ફક્ત પોલીસ નહોતી અને પોલીસે પાયલને રાત્રે ઉઠાવી તે પહેલો ગુનો બને છે. અમરેલી લેટરકાંડમાં (Amreli Latter Kand) પાટીદાર યુવતી સામે પોલીસની કાર્યવાહી બાદ મામલો ખૂબ જ બિચક્યો છે. એક તરફ કોંગ્રેસ (Congress) નેતાઓ દ્વારા ઉગ્ર આંદોલન કરીને દીકરીને ન્યાય અપાવવા અને જવાબદાર પોલીસકર્મીઓ સામે કડક પગલાં લેવાની માગ કરાઈ રહી છે.

આગળની તપાસ હવે સ્ટેટ મોનિટરીંગ સેલના વડાને સોંપવામાં આવી

હવે આ મામલે આગળની તપાસ હવે સ્ટેટ મોનિટરીંગ સેલના વડાને સોંપવામાં આવી છે. માહિતી અનુસાર, અમરેલી લેટરકાંડ મામલે હવે IPS નિર્લિપ્ત રાય (IPS Nirlipt Rai) તપાસ કરશે. જણાવી દઈએ કે, ગઈકાલે અમરેલી SP સંજય ખરાતે (Sanjay Khara) મોટી કાર્યવાહી કરીને એક મહિલા સહિત 3 પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યા હતા. કિશન આસોદરિયા, વરજાંગ મૂળયાસિયા અને હિના મેવાડાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: Amreli Latter Kand : હવે SMC નાં વડા કરશે તપાસ! પોલીસ વડા સાથે જેનીબેન કરશે મુલાકાત

 

Tags :
Amreli letter scandalGujaratGujarat First PoliceGujarat NewsGujarati NewsGujarati Top NewsTop Gujarati News
Next Article