Rajkot માં માણાવદરની તબીબ યુવતીનો ફ્લેટમાં ગળાફાંસો ખાઈ આપઘાત
- Rajkot માં રહેતી માણાવદરની તબીબ યુવતીનો આપઘાત
- BHMS તબીબ જલ્પા ઘોસિયાએ જીવન ટુંકાવ્યું
- સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર પાસે માધવ પ્રસાદ ફ્લેટમાં ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો
રાજકોટમાં (Rajkot) રહેતી એક તબીબ યુવતીએ આપઘાત કર્યો હોવાની ઘટના બની છે. સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર પાસે આવેલા માધવ પ્રસાદ ફ્લેટમાં તબીબ યુવતીએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે. ઘટનાની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ (Gandhigram Police) સ્થળે પહોંચી હતી અને તબીબ યુવતીનો મૃતદેહ પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી છે. તબીબ યુવતીએ કયાં કારણોસર આત્મહત્યા કરી તે અંગે હાલ કોઈ માહિતી સામે આવી નથી.
આ પણ વાંચો - Sabarkantha : લગ્ન પ્રસંગનાં 36 મહેમાનોને લઈ જતી ખાનગી બસમાં લાગી વિકરાળ આગ
સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર પાસે માધવ પ્રસાદ ફ્લેટમાં આપઘાત
પ્રાથમિક માહિતી અનુસાર, રાજકોટમાં (Rajkot) આવેલા સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર પાસેનાં માધવ પ્રસાદ ફ્લેટમાં (Madhav Prasad Flat) એક તબીબ યુવતીનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે પોલીસને જાણ થતાં ગાંધીગ્રામ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે તબીબ યુવતીનાં મૃતદેહને ફોરેન્સિક પોસ્ટપોટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Ahemdabad: મદદ ફાઉન્ડેશનના સભ્યોએ જરૂરિયાતમંદ 100 છોકરાઓને રેસ્ટોરન્ટમાં લઈ જઈને જમાડ્યા
તબીબ યુવતીનાં આપઘાતનું કારણ અકબંધ
જો કે, તબીબ યુવતીએ કયાં કારણોસર આત્મહત્યા કરી તે હાલ જાણી શકાયું નથી. પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, મૃતક તબીબ યુવતી BHMS હતી અને તેનું નામ જલ્પા ઘોસિયા છે. મૃતક તબીબ યુવતી માણાવદરની હતી અને હાલ રાજકોટમાં રહેતી હતી. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Banaskantha : વડગામના ધનપુરા નજીક સળગેલી કારમાંથી મળેલા માનવ કંકાલમાં નવો વળાંક