Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot: વધુ એક સરકારી કર્મચારી લાંચ લેતા ઝડપાયો, પ્રમાણપત્ર આપવા માંગી હતી લાંચ

Rajkot: R&B (માર્ગ અને મકાન) વિભાગનો સિનિયર ક્લાર્ક રવિ મજેઠીયાને ACB દ્વારા રંગેહાથ પકડી લેવામાં આવ્યો.
rajkot  વધુ એક સરકારી કર્મચારી લાંચ લેતા ઝડપાયો  પ્રમાણપત્ર આપવા માંગી હતી લાંચ
Advertisement
  1. કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન વિભાગની કચેરીમાં ACBનું છટકું
  2. R&B વિભાગનો સિનિયર ક્લાર્ક લાંચ લેતા ઝડપાયો
  3. રવિ મજેઠીયા 5 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

Rajkot: ગુજરાતમાં લાંચ લેતા અધિકારીઓની સંખ્યા ખુબ જ વધી રહ્યાં છે. સરકારી અધિકારીઓ અત્યારે લોકોના કામ કરવા માટે લાંચની માંગણી કરતા હોય છે. જો કે, આવા લાંચીયા અધિકારીઓ સામે ACB દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી રહીં છે. અત્યારે પણ રાજકોટમાંથી એક અધિકારી લાંચ લેતા ઝડપાયો હોવાનું સામે આવ્યું છે. રાજકોટમાંથી સરકારી અધિકારીને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યો છે.

Advertisement

સિનિયર ક્લાર્ક રવિ મજેઠીયાને ACBએ કરી ધરપકડ

ખાસ કરીને વાત કરવામાં આવે તો, રાજકોટમાંથી એક વધુ સરકારી કર્મચારી લાંચ લેતા ઝડપાયો છે. આ કેસમાં R&B (માર્ગ અને મકાન) વિભાગનો સિનિયર ક્લાર્ક રવિ મજેઠીયાને ACB (એન્ટી કરપ્શન બ્યુરો) દ્વારા રંગેહાથ પકડી લેવામાં આવ્યો. મળતી વિગતો પ્રમાણે રવિ મજેઠીયા 5,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા છે.

Advertisement

આ પણ વાંચો: પ્રજાના પ્રશ્નો માટે પૈસા નથી! તો પછી પ્રવાસના પૈસા ક્યાંથી આવ્યા? સ્થાનિકોએ ઠાલવ્યો રોષ

ACB એ સિનિયર ક્લાર્કને લાંચની રકમ લેતા રંગેહાથે પકડી પાડ્યો

વધારે વિગતે વાત કરવામાં આવે તો, ફરિયાદીએ લગભગ 5 મહિના પહેલા સરકારી ક્વાર્ટર મેળવવા માટે અરજી કરી હતી. પરંતુ, ક્વાર્ટર ન મળતા, તેને મકાન ભાડું મેળવવા માટે જરૂરી પ્રમાણપત્ર મેળવવાની જરૂર હતી. આ પ્રમાણપત્ર મેળવવા માટે રવિ મજેઠીયાએ લાંચની માંગણી કરી હતી. ACBને ફરિયાદી દ્વારા કરવામાં આવેલી ફરિયાદના આધારે કાર્યવાહી કરી હતી. ACB એ સિનિયર ક્લાર્કને લાંચની રકમ લેતા રંગેહાથ પકડીને ફરિયાદની તપાસ શરૂ કરી.

આ પણ વાંચો: Kutch: આમ આદમી પાર્ટીના નેતા નીકળ્યાં ED ના નકલી અધિકારી! શું લોકો પાર્ટી પર ભરોસો કરશે?

ACB દ્વારા અધિકારીને પકડવા માટે ગોઠવવામાં આવ્યું હતું છટકું

આ ઘટનાથી રાજ્યના તમામ સરકારી વિભાગો માટે એક મહત્વપૂર્ણ સંકેત છે કે, લાંચ અને ભ્રષ્ટાચાર સામે તડકે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ACB દ્વારા આ પ્રકારની કાર્યવાહીથી ભ્રષ્ટાચાર નાશ અને લોકોમાં વિશ્વાસ વધે તેવું માનવામાં આવે છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ACB દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેથી R&B વિભાગના સિનિયર ક્લાર્ક રવિ મજેઠીયાની લાંચ લેતા રંગે હાથે ધરપકડ કરી લેવામાં આવી છે.

આ પણ વાંચો: Patan: ગુજરાતમાં ચંદન ઘુસાડનારો ‘પુષ્પા’ કોણ? આંધ્રપ્રદેશની પોલીસે પાટણમાંથી ઝડપ્યું લાલ ચંદન

Tags :
Advertisement

.

×